________________
૧૪૨
સૃષ્ટિવાદ અને ઇશ્વર
ક રૂપે યા શરીરરૂપે રચે છે. એકેક જીવ આખી દુનીયાને ક્રમેક્રમે બનાવી શકે છે તે નિરાકાર ઇશ્વરને આ દુનીયાની ખટપટમાં પડવાની શું જરૂર છે? એટલું તે સ્વામીજી પણ કબૂલ કરે છે કે કયાંક ક્યાંક જડના નિમિત્તથી જડ પણ બની શકે અને બગડી શકે છે. ખીજ પૃથ્વીમાં પડવાથી અને જલના સંયાગ મલવાથી આપેાઆપ વૃક્ષ બની જાય છે. ગરમીના સંયેાગથી પાણીમાંથી વરાળ બની, આકાશે જઇ વાદળ બની વરસાદરૂપે વરસે છે.’ સ્વામીજી કહે છે કે નિયમપૂર્વક બનવું બગડવું, શ્વર અને જીવને આધીન છે. એ પણ ઠીક નથી. નિયમને અર્થ કાષ્ટ કાયદા કાનુન નથી કિન્તુ વસ્તુસ્વભાવ છે. વસ્તુ પાતાના સ્વભાવની મર્યાદામાં રહે એ નિયમ છે. વડના બીજમાં વડ બનવાના સ્વભાવ છે અને બાવળના બીજમાં ખાવળ બનવાને સ્વભાવ છે. તે પ્રમાણે શ્વરના લેશમાત્ર પ્રયત્ન વિના પણ વડના બીજમાંથી વડ બનશે અને બાવળના મીજમાંથી માવળ બનશે. જીવ તે બીજમાં પણ રહેલ છે. એટલે જીવ અને પુદ્ગલ–પ્રકૃતિ એ એના સંયેાગથી આખા સંસારના વ્યવહાર, ઉત્પત્તિ, પ્રલય વગેરે ચાલી શકે છે. તે પછી નિરાકાર ઇશ્વરને વચમાં લાવવે નિરક છે.
સૃષ્ટિનાં પ્રયાજન.
સ્વામીજીએ સૃષ્ટિનાં પાંચ પ્રયેાજન બતાવ્યાં તેની યાગ્યાચેાગ્યતાને પરામર્શ કરીએ. પ્રથમ પ્રયેાજન એ બતાવ્યું કે પ્રલય કરતાં સૃષ્ટિમાં સુખ અધિક છે. બીજા પ્રયેાજનમાં પ્રલયમાં પુરૂષા નથી અને સાષ્ટમાં પુરૂષાર્થથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ બન્ને પ્રયેાજનમાં પ્રલયની અનિષ્ટતા અને સૃષ્ટિની જતા બતાવી તે ઠીક છે. અમે પણ તે કબૂલ કરીએ છીએ કે સૃષ્ટિમાં મનુષ્યા પુરૂષા કરી મેક્ષ પ્રાપ્ત કરે. પણ સ્વામીજી પ્રલય કરવાનું કામ પણ નિરાકાર ઈશ્વરને ગળે વળગાડે છે. જે ઇશ્વરે મનુષ્યાને—પ્રાણીઓને અધિક