________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૪૧
આવશે. આંહિ તે ટુંકામાં એટલું જ જણાવવાનું કે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે, તેમાં માટી ઉપાદાન કારણ, દંડ ચક્રાદિ સાધારણ નિમિત્તકારણ અને કુંભાર મુખ્ય નિમિત્તકારણ છે. એમાં ઈશ્વરને નિમિત્તકારણ બનવાને અવકાશ ક્યાં રહ્યો? કુંભારને જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન, એ ત્રણેય છે. કારણસામગ્રીમાં શું ન્યૂનતા છે કે વચ્ચે ઈશ્વરને લાવવા પડે? કદાચ એમ કહો કે પર્વત, નદી, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર વગેરે મનુષ્યાદિકથી ન બની શકે તેવી વસ્તુઓ બનાવવામાં ઈશ્વર મુખ્ય નિમિત્ત છે, એ પણ ઠીક નથી. સૂર્ય, ચંદ્ર, દ્વીપ, સાગર, સ્વર્ગ, નરક વગેરે કેટલાક પદાર્થો શાશ્વત છે. પ્રકૃતિ જીવ આકાશની માફક તે પણ અનાદિ છે. દ્રવ્યરૂપે નિત્ય છે, પર્યાયરૂપે અનિત્ય છે. પર્યાય પરિવર્તન કાલના નિમિત્તથી થાય છે. રૂપાંતર થવાને તો પ્રકૃતિને સ્વભાવ જ છે. નદી પર્વત વગેરે અનિત્ય પદાર્થો છે, તે તો પવન, ગરમી, પાણું, વિદ્યુત, ધરતીકંપ વગેરે નિમત્તથી બને છે અને બગડે છે. તે એક દિવસમાં થોડા જ બનેલા છે ? તેને તો બનતાં અને બગડતાં હજારો લાખો વરસો લાગી જાય છે. તે ઈશ્વરનાં બનાવેલાં હોત તે એક દિવસમાં બની જાત અને એક દિવસમાં બગડી જાત, પણ તેમ નથી બનતાં. સ્વામીજીને એટલું પુછે કે રે, મીલ, તાર, ટેલીફોન, ફેનેગ્રાફ, અનેક પ્રકારનાં મશીને ઇશ્વરે. બનાવેલ છે કે મનુષ્યોની શોધ છે? ઈશ્વરનાં બનાવેલ હોત તો.
જ્યારથી સૃષ્ટિ બની ત્યારનાં હોત, પણ તેમ તો છે નહિ. તેને આવિર્ભાવ તે અમુક અમુક કા અમુક અમુક માણસને હાથે થયેલ છે. વરાળ અને વિજળીની શું થોડી શક્તિ છે? એની સહાયતાથી ડ્રાઈવર, કેટલું કામ કરી શકે છે તે સૌ કોઈ જાણે છે. આપના ઈશ્વરને તે નિયમને આધીન, પ્રકૃતિ તથા કાલને આધીન રહીને કામ કરવું પડે છે. કહે હવે વધારે શક્તિમાન કોણ? પૃથ્વી, પાણી, વૃક્ષ, મનુષ્ય, તિર્યંચ વગેરે શરીરરૂપ છે. શરીર બધાં જીવથી બનેલ છે. જીવ પૂર્વકર્મની સહાયતાથી પરમાણુસમૂહથી બનેલ કંધ ગ્રહણ કરે છે અને તેને