________________
૧૪૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર
માનતા નથી. શતપથ બ્રાહ્મણને એક પુરાણરૂપ સમજે છે. તે તેનું ઉદ્ધરણ યજુર્વેદના નામથી આપવું બિલકુલ ઉચિત નથી. એ તો એક પ્રકારની છેખાબાજી ગણાય. શતપથબ્રાહ્મણની યુતિમાંથી જુવાન જુવાન મનુષ્ય અને જુવાન જુવાન સ્ત્રી, જુવાન જુવાન ગાય અને જુવાન જુવાન બળદ ઇત્યાદિ અર્થ નીકળતો નથી, તે જુવાન જુવાન અનેક મનુષ્યો નિરાકાર ઈશ્વરમાંથી ઉત્પન્ન થવાનું કઈ શ્રુતિમાંથી શેપ્યું છે કે પિતાની યુક્તિપોથીમાંથીજ લખી નાખ્યું છે? “તત્તે મનુષ્ય સાથે એ આખી શ્રુતિમાંથી
અદ્વૈતપક્ષ અને ઈશ્વરની સાકારતા સિદ્ધ થાય છે, જે સ્વામીજીના મંતવ્યથી વિરુદ્ધ છે. એટલે ઉદ્ધરણરૂપે આખી શ્રુતિ ન આપતાં ફક્ત ઉપર્યુકત એક ટુકડું જ આપ્યું છે. યુક્તિવાદી સ્વામીજીને શ્રુતિને મેહ ન છુટવાથી કૃતિની પાછળ દેડવું પડયું છે. પછી તેમાં તે અર્થ હોય કે ન હોય, પ્રસિદ્ધ અર્થ રહે તે હેય કે બદલાવવું પડે તે પણ તેનું ઉદ્ધરણ આપ્યા વિના રહ્યા નથી.
નિમિત્તકારણના બે ભેદ-મુખ્ય નિમિત્તકારણ અને સાધારણ નિમિત્તકરણ. આ ભેદ બીજાં કઈ પણ શાસ્ત્રમાં જોવામાં નથી આવતા, કેવળ સ્વામીજીની આ કલ્પના ઈશ્વરને કારણકે ટિમાં ઘુસાડવા માટે કરવામાં આવી હોય એમ જણાય છે. એમાં પ્રત્યક્ષ પ્રમાણ તે છેજ નહિ, કેમકે નિરાકાર ઈશ્વર કેઈને દષ્ટિગોચર થઈ શકતું નથી. આગમ પ્રમાણ વિવાદસ્પદ છે. ખુદ વેદની શ્રુતિએ બ્રહ્મને ઉપાદાન કારણ બતાવનારી છે. જોકે સ્વામીજીએ તેના અર્થ માં ફેરફાર કરીને નિમિત્તકારણ તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો છે પણ દયાનંદ તિમિરભાસ્કર નામના પુસ્તકના પૃષ્ઠ ૨૬૦ થી ૨૬૫ સુધી પંડિત જ્વાલાપ્રસાદજીએ ખૂબ જોર શોરથી તેને પ્રતિવાદ કર્યો છે. બાકી રહ્યું અનુમાન પ્રમાણ. તેનો જવાબ મીમાંસાદર્શન, બૌદ્ધદર્શન અને જૈન દર્શને ઉત્તરપક્ષમાં વિસ્તારથી આપ્યો છે તે યથાસ્થાન દર્શાવવામાં