________________
૧૩૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
પ્રશ્ન-પૃથ્વી ફરે છે કે સ્થિર છે? ઉત્તર–ફરે છે. (સ. પ્ર. હિ. પૃ. ૨૩૮–૨૩૯-૪૦)
પ્રશ્ન–સૂર્ય, ચંદ્ર, તારા શું વસ્તુ છે? તેમાં મનુષ્ય આદિ સૃષ્ટિ છે કે નથી?
ઉત્તર–એ બધા ભૂગોળ લોક છે. તેમાં મનુષ્ય આદિ પ્રજા પણ છે.
પ્રશ્નઑહિના મનુષ્યોની જેવી આકૃતિ છે તેવીજ આકૃતિ સૂર્યાદિ લેકવાસી મનુષ્યની છે કે તેથી વિપરીત છે?
ઉત્તર–શૈડે છેડે આકૃતિભેદ હોવાનો સંભવ છે. જેમ યુરોપીયન આફ્રિકાદિના મનુષ્યોમાં ભેદ છે તેમ સૂર્યાદિ લોકના મનુખ્યામાં ભેદ સમજ. (સ. પ્ર. હિં. પૃ. ૨૪૧૨૪૨)
સમાલોચના. સત્યાર્થ પ્રકાશમાં સ્વામીજીએ વેદાંત, સાંખ્ય અને ન્યાયદર્શન એ ત્રણનું મિશ્રણ કરીને સૃષ્ટિપ્રક્રિયા કલ્પી છે. વેદાંતની બ્રહ્મપરક શ્રુતિમાંથી નિરાકાર ઈશ્વર ઉધૃત કર્યો છે. વેદાંત જે બ્રહ્મને જગતનું ઉપાદાનકારણ માને છે, સ્વામીજી તેને જગત નું નિમિત્તકારણ બતાવી ન્યાયદર્શનનો આશ્રય લે છે. બ્રહ્મથી અભિન્ન માયાને સ્વતંત્ર પ્રકૃતિરૂ૫ બતાવી સાંખ્યદર્શનમાં પ્રવેશ કરે છે. સાંખ્યનાં પ્રકૃતિ અને પુરૂષ એ બન્ને સ્વતંત્ર અને સ્વામીજીએ એમ ને એમ સ્વતંત્ર અને અનાદિ અનંત માની લીધાં છે. પણ પુરૂષતવમાં જીવ અને ઈશ્વર એમ બે તને સમાવેશ કર્યો છે. સાંખ્યદર્શનનાં પચ્ચીસ તામાં ઈશ્વરનું નામ નથી જ્યારે સ્વામીજીએ પચ્ચીસ તો તે સાંખ્યનાં પુરેપુરાં લીધાં છે અને છવીસમું ઈશ્વરતત્ત્વ વેદાંતમાંથી લઈ અને તેને પુરૂષતત્ત્વમાં ઉમેરી દીધું છે. સાંખ્ય પુરૂષ કર્તા નથી પણ ભોક્તા છે, જ્યારે સ્વામીજીને ઈશ્વર ભક્તા નથી પણ કર્તા છે. આટલી વિલક્ષણતા છતાં તેનો સમાવેશ પુરૂષમાં કેવી રીતે કર્યો તે