________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૩૫
ઉત્તર–મનુષ્યજાતિ એકજ હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ભેદ ન હતા. પાછળથી “વિજ્ઞાનહાજે જ સૂચવ” ... આર્ય, દસ્યુ=અનાર્ય એવા ભેદ પડયા.
પ્રશ્ન—તે મનુષ્યો હિ કેવી રીતે આવ્યા?
ઉત્તર–આર્ય અનાર્યોમાં ઝઘડા પડ્યા, પરસ્પર વિરોધ થયે એટલે આર્યલોક ચારે તરફ પસરી ગયા અને આ ભૂમિને સર્વથા શ્રેષ્ઠ માની અહિ આવી રહ્યા, ત્યારથી આ આર્યાવર્ત કહેવાયું.
| (સ. પ્ર. હિં. પૃ. ૨૩૪–૨૩૫) પ્રશ્ન–જગતની ઉત્પત્તિ કેટલા ટાઈમમાં થઈ ?
ઉત્તર–એક અજ છ— કરેડ કંઈ લાખ અને કંઈ હજાર વરસમાં થઈ. વેદોનો પ્રકાશ થવામાં પણ એટલો સમય લાગે.
પ્રશ્ન-ઈશ્વરે કયા ક્રમથી પૃથ્વી આદિ બનાવ્યાં?
ઉત્તર–સૌથી બારીક અંશ–પરમાણુ. ૬૦ પરમાણુઓને એક અણુ. બે અણુઓને એક ચણુક જે સ્થૂલવાયુ રૂપ છે. ત્રણ ઇંચણકને અગ્નિ, ચાર ચણુકનું જલ, પાંચ ઇંચણુકની પૃથ્વી અર્થાત ત્રણ
યણુકનો ત્રસરેણુ અને તેને ડબલ કરવાથી પૃથ્વી આદિ દશ્ય પદાર્થો થઈ જાય છે. એ ક્રમથી ભૂગોલાદિકથી ઈશ્વરે બનાવ્યા છે.
પ્રશ્ન–પૃથ્વી આદિને કોણ ધારણ કરે છે?
ઉત્તર–ઈશ્વરે પૃથ્વી આદિ જગત ધારણ કર્યું છે. શેષનાગ કે બળદના સિંગડા ઉપર કે વાયુ યા સૂર્યના આધાર પર નથી, કેમકે અથર્વવેદના ૧૪ મા કાંડમાં કહ્યું છે કે “નિન્મિતા મરિ” અર્થાત સત્ય=ઈશ્વરે ભૂમિ, આદિત્ય આદિ સર્વ ભૂમિને ધારણ કરેલ છે.
પ્રશ્ન–આટલા મહેતા બ્રહ્માંડને ઈશ્વરે શી રીતે ધારણ કરેલ છે?
ઉત્તર–લોક અસંખ્યપરિમિત છે અને ઈશ્વર અનંત છે. ઈશ્વરની હામે લોક પરમાણુમાત્ર છે.