________________
=
૧૩૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
ઉત્તર–પૃથ્વી આદિની સૃષ્ટિ પ્રથમ થઈ કારણ કે પૃથ્વી આદિ વિના મનુષ્યની સ્થિતિ થવી સંભવિત નથી.
પ્રશ્નસૃષ્ટિની આદિમાં એક મનુષ્ય ઉત્પન્ન કર્યો કે અનેક ?
ઉત્તર–અનેક, કારણકે પ્રલયકાલમાં મનુષ્ય થવાને યોગ્ય કર્મવાળા અનેક જી હતા તેમને સર્વને મનુષ્ય બનાવ્યા.
પ્રશ્ન–સૃષ્ટિના આરંભકાળમાં મનુષ્ય આદિ જાતિઓની ઉત્પત્તિ બાહ્ય યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં થઈ?
ઉત્તર–યુવાવસ્થામાં ઉત્પત્તિ થઈ કેમકે બાલ્યાવસ્થામાં ઉત્પન્ન કરતા તે પાલન પોષણ માટે માબાપની જરૂર રહેત. વૃદ્ધ વૃદ્ધ પેદા કરત તે આગળ મૈથુની સંતતિપરંપરા ન ચાલત માટે જુવાન જુવાન જ બનાવ્યા.
પ્રશ્ન-સૃષ્ટિને કેઈ કાલે આરંભ છે કે નહિ?
ઉત્તર–એક સૃષ્ટિ આશ્રી આરંભ છે પણ પ્રવાહ આથી આરંભ નથી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ તેમ સૃષ્ટિ પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિ એમ પરંપરા અનાદિ કાલથી ચાલી આવે છે.
પ્રશ્ન–ઈશ્વરે કીટ, પતંગ, ગાય, બેલ, સિંહ, વાઘ, વગેરે ઉંચા નીચા પ્રાણીઓ શા માટે બનાવ્યા? શું એમાં ઈશ્વરને પક્ષપાત જણાતું નથી?
ઉત્તર–નહિ. ઈશ્વરે પોતાની ઈચ્છાથી તેવા બનાવ્યા નથી કિન્તુ પ્રલય પહેલાં જે જે જીવનાં જેવાં જેવાં કર્મ હતાં તે કર્માનુસાર તે તે નિમાં તે તે જીવો ઉત્પન્ન કર્યા. એટલે ઈશ્વરના ઉપર પક્ષપાતને દોષ લાગતો નથી.
પ્રશ્ન–મનુષ્યની પ્રથમ સૃષ્ટિ કયા સ્થલમાં થઈ ? ઉત્તર–ત્રિવિષ્ટપમાં=અર્થાત જેને તિબ્બત કહે છે. પ્રશ્ન–આદિ સૃષ્ટિમાં એક જાતિ હતી કે અનેક જાતિ?