________________
--
આર્યસમાજ-સૃષ્ટિ
૧૩૨
વિના પણ કરી દેતા
છે; અથવસ.
પ્રશ્ન–કારણ વિના કાર્ય થઈ શકે નહિ તે કારણનું શું કારણ?
ઉત્તર–જે કેવલ કારણ રૂપ છે તે કાર્ય રૂ૫ થતાં નથી. પ્રકૃતિ કેવલ કારણ રૂપ હોવાથી તેનું કારણ કોઈ નથી. પરમેશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને આકાશ એ પાંચ અનાદિ છે એટલે એમનું કેઈ કારણ નથી; અને એમાંના એકની પણ ગેરહાજરીમાં કોઈ કાર્ય થઈ શકે નહિ.
(સ. પ્ર. હિં. પૃ. ૨૨૫૨૨૬) પ્રશ્ન–ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે કર્મફલ આપે છે કે કર્માનુસાર ફલ આપે છે?
ઉત્તર–ઈશ્વર ફલ આપવામાં સ્વતંત્ર હોત તો કમ કર્યો વિના પણ શુભ યા અશુભ પોતાની ઈચ્છા પ્રમાણે ફલ આપત યા કેઈ ને માફ કરી દેત, પણ તેમ થતું નથી. જીવે જેવાં કર્મ કર્યો હોય તેવું જ તેને ફલ આપે છે; અર્થાત ઈશ્વર કર્માધીન રહીને ફલ આપે છે.
(સ. પ્ર. હિં. પૃ. ૨૨૭) પ્રશ્ન–કલ્પ–કલ્પાંતરમાં ઈશ્વર એકસરખી સૃષ્ટિ બનાવે છે કે અલગ અલગ ?
ઉત્તર--જેવી સૃષ્ટિ વર્તમાનમાં છે તેવી જ પહેલાં હતી અને હવે પણ એવી જ બનાવશે. કઈ રીતે તેમાં ભેદ પડતો નથી. કહ્યું છે કે –
सूर्याचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत् । दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॥
( ૦ ૨૦ ૨૨૦ રૂ) અર્થ–પરમેશ્વરે જેવી રીતે પૂર્વકલ્પમાં સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગને બનાવ્યાં હતાં, તેવાંજ વર્તમાનમાં બનાવે છે અને ભવિષ્યમાં બનાવશે. (સ. પ્ર. હિં, પૃ. ૨૩૦)
પ્રશ્ન–મનુષ્યની સાક્ટ પહેલાં થઈ કે પૃથ્વી આદિની?
જ