________________
૧૩૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
સ્વાભાવિક છે તેનું પરિવર્તન ઈશ્વર ન કરી શકે. સર્વશક્તિમાનને અર્થ એટલો જ છે કે પરમાત્મા કેઈની સહાયતા લીધા વિના પિતાનાં સર્વ કાર્ય પૂરાં કરી શકે છે.
પ્રશ્ન–ઈશ્વર સાકાર છે કે નિરાકાર ?
ઉત્તર–ઈશ્વર નિરાકાર છે. જે સાકાર હોત અર્થાત શરીરયુક્ત હોત તો તે ઈશ્વર ન બની શકત કારણકે શરીરધારીઓમાં શક્તિ પરિમિત હોય છે. દેશકાલથી પરિછિન્નતા હોય, સુધા, તૃષા, છેદન, ભેદન, શીષ્ણુતા, જ્વર, પીડા આદિ હોય તે જીવના ગુણ છે. ઈશ્વરમાં તે ન ઘટે માટે ઈશ્વર નિરાકાર અશરીરી છે. આપણી માફક સાકાર હોત તે ત્રસરેણુ, અણુ, પરમાણુ અને પ્રકૃતિને પિતાને વશ કરી શકત નહિ અને પૂલ જગત સૂક્ષ્મ પદાર્થોથી ન બનાવી શકત. તે નિરાકાર છતાં અનંત શક્તિ બલ અને પરાક્રમથી સર્વ કામ કરી શકે છે. તે પ્રકૃતિથી પણ સૂક્ષ્મ છે એટલે પ્રકૃતિમાં વ્યાપ્ત થઇને તેને પકડી જગદાકાર બનાવી દે છે.
પ્રશ્ન–નિરાકાર ઈશ્વરથી સાકાર જગત કેમ બન્યું?
ઉત્તર–પરમેશ્વર જગતના ઉપાદાનકારણ હોત તે અલબત્ત નિરાકાર ઈશ્વરમાંથી સાકાર જગત બની શકત નહિ, પણ અમે તે ઈશ્વરને નિમિત્તકારણ માનીએ છીએ. ઉપાદાનકારણ પ્રકૃતિ પરમાણુ આદિ છે. તે સાકાર છે માટે સાકાર પ્રકૃતિથી સાકાર જગત ઉત્પન્ન થઈ શકે છે.
પ્રશ્ન–શું ઉપાદાનકારણ વિના ઈશ્વર કંઈ ન કરી શકે ?
ઉત્તર—ના, ઉપાદાન વિના ન કરી શકે. અસત નું સત કઈ કરી શકે નહિ. શું વંધ્યાપુત્ર અને વંધ્યાપુત્રીને વિવાહ કેઈએ જોયો છે? નરશૃંગનું ધનુષ્ય, ખપુષ્પની માળા, મૃગતૃષ્ણિકા જલમાં સ્નાન, ગંધર્વનગરમાં નિવાસ, વિના વાદળ વર્ષ અને વિના પૃથ્વી અજોત્પત્તિ કદિ પણ સંભવી શકે ? નહિ જ.