________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૩૧
છે, જેમ કે પરમેશ્વરરાચત બીજ પૃથ્વીમાં પડવાથી અને જલને સંગ મળવાથી આપોઆપ વૃક્ષ રૂપ બની જાય છે, અને અમિ આદિ જડના સાગથી નષ્ટ પણ થઈ જાય છે. પરંતુ નિયમપૂર્વક બનવું યા બગડવું પરમેશ્વર અને જીવને આધીન છે. (સ. પ્ર. હિં. પૃ. ૨૨૧).
જગત્ બનાવવામાં ઈશ્વરનું શું પ્રજન?
જગત બનાવવામાં મુખ્યતઃ આ પ્રયોજન જણાય છે. (૧) પ્રલયની અપેક્ષાએ સૃષ્ટિમાં કંઇગણું સુખ રહેલું છે. જગત બનાવિવાથી તે સુખ જોને પ્રાપ્ત થાય. (૨) પ્રલયમાં પુરૂષાર્થ નથી અને મેક્ષ નથી, જગત બનવાથી કંઈ જીવો પુરૂષાર્થ કરી મેક્ષ પ્રાપ્ત કરે. (૩) પ્રલયની પહેલાં જીવોનાં કરેલ પુણ્ય પાપનાં ફલ સૃષ્ટિ વિના જ ભોગવી શકત નહિ; માટે પુણ્ય પાપનાં ફલ જીવોની પાસે ભોગવાવવાં એ ત્રીજું પ્રયોજન છે. (૪) ઈશ્વરનું જ્ઞાન અને બલ સૃષ્ટિ બનાવ્યા વિના નિરર્થક થઈ જાત, સૃષ્ટિ બનાવવાથી તે સાર્થક થઈ ગયાં એ ચોથું પ્રયોજન. (૫) સર્વ જીવોને જગતના અસંખ્ય પદાર્થો આપીને પરેપકાર કરો, એ પાંચમું પ્રયોજન.
(સ. પ્ર. હિં. પૃ. ૨૨૪) પ્રશ્નોત્તરો. પ્રશ્ન-વૃક્ષ પહેલાં કે બીજ પહેલાં?
ઉત્તર–બીજ પહેલાં કેમકે હેતુ, નિદાન, નિમિત્ત, બીજ અને કારણ એ બધા પર્યાય—એકાર્ણવાચક શબ્દો છે. કારણનું નામ બીજ હોવાથી કાર્યની પહેલાં ઉપસ્થિત હોય છે.
પ્રશ્ન–પરમેશ્વર સર્વશક્તિમાન હોય તો પ્રકૃતિ અને જીવને પણ કેમ નથી બનાવતા?
ઉત્તર–પરમેશ્વર સર્વશક્તિમાન હોવા છતાં સ્વાભાવિક નિયમ વિરૂદ્ધ કંઈ ન રે. જેમ જલની શીતલતા અને અગ્નિની ઉણુતા