________________
૧૩૦
સૃષ્ટિવાદ અને ઇશ્વર આર્યસમાજ-સૃષ્ટિ.
[ સત્યાર્થ પ્રકાશ—હિંદી નવમી આવૃત્તિ-અષ્ટમ ઉલ્લાસ ઉપરથી ]. આ જગતની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ પ્રકૃતિ અને નિમિત્તકારણ પરમેશ્વર છે. પ્રકૃતિ, શ્વર અને જીપ–એ ત્રણ અનાદિ છે, પરસ્પર ભિન્ન છે, અને ત્રણે અજજન્મરહિત છે. એ ત્રણે જગનાં કારણ છે પણ એનું કારણ કાઈ નથી. અનાદિ કાલથી જીવ પ્રકૃતિના ભાગ કરે છે અને તેમાં સાય છે જ્યારે ઈશ્વર ભાગ નથી કરતા અને ફસાતા પણ નથી. સત્ત્વ રજ અને તમની સામ્યાવસ્થા રૂપ પ્રકૃતિ છે. તેમાંથી મહત્તત્ત્વ=મુદ્ધિ, તેમાંથી અહંકાર, તેમાંથી પાંચ તન્માત્રા—સૂક્ષ્મ ભૂત, દશ ઇંદ્રિય અને મન, પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂત–એમ ૨૪ તત્ત્વ ઉપરાંત પચીસમા પુરૂષ એટલે જીવ અને પરમાત્મા: એમ પચીશ તત્ત્વાને ક્રમ છે. (સ. પ્ર. હિં. પૃ. ૨૧૯). કારણના પ્રકાર.
કારણના ત્રણ પ્રકાર છે. નિમિત્તકારણ, ઉપાદાનકારણ અને સાધારણ કારણુ નિમિત્તકારણના બે ભેદ, મુખ્ય નિમિત્તકારણ અને સાધારણ નિમિત્તકાર. જગત્ બનાવવામાં, પાલવામાં, સંહાર કરવામાં અને વ્યવસ્થા કરવામાં મુખ્ય નિમિત્તકારણ ઈશ્વર–પરમાત્મા છે, સાધારણ નિમિત્તકારણુ પરમેશ્વરની સૃષ્ટિમાંથી પદાર્થોને લઇને અનેકવિધ કાર્યાન્તર બનાવનાર જીવ છે. જેના વિના કંઈ ન અને, તેજ પાતે અવસ્થાન્તર રૂપ અને યા બગડે તે ઉપાદાનકારણ, જેમ જગન્ નું ઉપાદાનકારણે પ્રકૃતિ છે. દિશા, કાલ, આકાશ આદિ સાધારણ કારણ છે. પ્રકૃતિ-પરમાણુ સ્વયં જડ છે એટલે પેાતાની મેળે બની શકતી નથી તેમ બગડી શકતી નથી, કિન્તુ ખીજાના બનાવવાથી બને છે અને બગાડવાથી બગડે છે; ક્યાંક ક્યાંક જડના નિમિત્તથી જડ પણ બની અને બગડી શકે