________________
વૈદિક સૃષ્ટિને ઓગણીસમે પ્રકાર (બ્રહ્મસૃષ્ટિ) ૧૨૯
નહિ, તેની પણ કોને ખબર છે? કારણકે સૃષ્ટિના આરંભમાં દેવતા કે મનુષ્ય કેઈ હાજર ન હતું, તો તેમને સૃષ્ટિ સંબંધી ક્યાંથી માહિતી હોય ?
ઉપરની બે ઋચામાં સૃષ્ટિના ૧૯ પ્રકારને સારાંશ એ બતાવી દીધો કે પ્રભુના ઘરની વાત પ્રભુ જાણે, આપણે જાણી શકતા નથી. તેમ દેવો પણ જાણી શકે નહિ કારણકે સૃષ્ટિનો આરંભ થયો હશે તો તે વખતે દેવતા કે મનુષ્યમાંથી કેઈ હાજર ન હતું. એટલા માટે સૃષ્ટિને મર્મ જાણવો દુર્લભ છે. સૃષ્ટિનું જ્ઞાન જેમ દુર્લભ છે તેમ સૃષ્ટિની રચના કરવી પણ દુર્ઘટ છે. તેનું ઉપાદાનકારણ બ્રહ્મ છે કે ઈશ્વર છે કે પ્રકૃતિ અને પરમાણુ ઉપાદાનકારણ અને ઈશ્વર નિમિત્ત કારણ છે તે કઈ પણ જાણતું નથી. જાણતા હોત તે સૃષ્ટિ પર આટલા મતભેદ થાત નહિ.
ઉપસંહાર. સૂયગડાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદ્દેશાની નવમી ગાથામાં “પદં પરિચાહિં ચં ચા તિજ તત્ત તે વિચાતિ” એ ત્રણ પદમાં જે ભાવ કહ્યો છે તેને વિસ્તાર સૃષ્ટિના ૧૯ પ્રકાર છે. “તરે તે જ વિચાતિ” એ ત્રીજા પદનું રહસ્ય નાસદીય સૂક્તની ઉપરની છઠી અને સાતમી ઋચામાં બરાબર રીતે પ્રગટ થાય છે. અર્થાત–સૃષ્ટિનું તત્ત્વ કોઈના જાણવામાં નથી. તત્વ જાણ્યા વિના પોતપોતાની બુદ્ધિથી કે કલ્પનાથી સૃષ્ટિવાદ ઉપસ્થિત કર્યો છે. ખરી રીતે લેકનું સ્વરૂપ કેવું છે તે ચેથા પદમાં જણાવ્યું છે જે હવે પછી જણાવવામાં આવશે.