________________
૧૨૦
સૃષ્ટિવાદ અને ઇશ્વર
અને પસીના રૂપી શાખા ક્યાંથી? પસીને પણ એટલા થયા કે તેની ધારાની ધારા ચાલી કે જેથી સમુદ્ર બની ગયા ! શું આ સંભવિત છે? પ્રથમ તે! બ્રહ્મને શરીર નથી. કદાચ શરીર માની લેવામાં આવે તે એવું તકલાદી શરીર શામાટે માનવામાં આવે કે જેથી તપને પરિશ્રમ લેતાં પસીનાની ધારા ફ્રુટે? આજકાલના સામાન્ય તપસ્વીએ પચાગ્નિ તાપ કરી ઉંધે માથે લટકે છે છતાં પસીનાની ધારા તે છુટતી નથી તેા બ્રહ્મને એટલું સામર્થ્ય ન હતું કે તપ કરવા માટે એક મજબૂત શરીર બનાવી લે? જો તેવું શરીર ન બનાવી શકત તે એટલું અસહ્ય તપ કરવાની મુસીબતમાં ઉતરવાની તેને શું જરૂર હતી ? પસીનાના ક્ષાર સમુદ્ર બનાવ્યા વિના તેનું કચું કામ અટકી રહ્યું હતું ! તે પેાતે વિજ્ઞાનમય અને આનંદમય છે તે તેના આનંદમાં શું તેાટા પડી ગયા હતા કે તેના માટે આટલી તકલીફ લેવાની તેને જરૂર પડે? પાણીમાં વીર્ય સ્ખલિત થયું તેના શરીર વિના વીર્ય ક્યાં રહ્યું હતું ? વીર્યસ્ખલનાનું કારણ શું? મનની નબળાઈ કે વિષયની તીવ્રતા ? બ્રહ્મમાં તે તે ન હાવાં જોઈ એ. પાણીને તપાવવાથી ક્ષાર જલ, અને મિષ્ટ જલ એવા ખે ભાગ પડી ગયા પણ પાણીને તપાવ્યું શાથી ? અગ્નિ તે હજી ઉત્પન્ન થયા નથી. શું તપાવ્યા વિના ખારા મીઠા પાણીને જુદા કરવાની બ્રહ્મમાં બીજી કાઈ યુક્તિ કે કલા ન હતી ? સ્ત્રીના ગર્ભાશય વિના વીતે તપાવવા માત્રથી ભૃગુની શી રીતે ઉત્પત્તિ થઈ ? એવીજ રીતે અથર્વા ઋષિની પણ જલમાં શી રીતે ઉત્પત્તિ થઈ ? બ્રહ્મે અથર્વા ઋષિને તપાવ્યા તેથી અથણુ વેદની ઉત્પત્તિ થઈ તો અથર્યાં તે પુરૂષરૂપ ઋષિ હતા. પુરૂષથી ઉત્પન્ન થયેલ વેદ પૌરૂષય કહેવાય તેા વેદ અપૌરૂષેય તે નહિ ને ? બ્રહ્મે પગમાંથી પૃથ્વી, ઉદરમાંથી અંતરિક્ષ અને મસ્તકમાંથી સ્વર્ગ બનાવ્યું તે પગ, ઉદર અને મસ્તક તે શરીરમાં હાય. બ્રહ્મને શરીર છે નહિ તે ઉક્ત કથન વિરૂદ્ધ નથી ? લાગતું આદિત્યની ઉત્પત્તિ તે। આગળ