________________
વૈદિક સૃષ્ટિને અઢારમો પ્રકાર (પરસ્પર સૃષ્ટિ) ૧૨૧
અનેક પ્રકારે બતાવી છે. અહિ વળી સ્વર્ગને તપાવવાથી આદિત્યની ઉત્પત્તિ દર્શાવી તો એમાં સાચી વાત કઈ માનવી ? અથર્વણ વેદની ઉત્પત્તિ અથર્વા ઋષિથી થઈ બતાવી તે – વેદાદિ બીજા ત્રણ વેદ તેમાંથી ઉત્પન્ન થઈ શકતા ન હતા ? ત્રણ અને એકની ભિન્ન ભિન્ન ઉત્પત્તિ માનવાનું શું કારણ? અથર્વ ઋષિ પહેલાં ઉત્પન્ન થયા અને ત્રણ દેવ પાછળ ઉત્પન્ન થયા એ હિસાબે અથવણ વદ પ્રાચીન ગણાય અને ત્રણ વેદ તેની અપેક્ષાએ અર્વાચીન ગણાય એ વાત ઠીક છે? ઠીક હોય તો વેદત્રયી કરતાં અથર્વણ વેદનો મહિમા એાછો કેમ માનવામાં આવે છે? | મનમાંથી ચંદ્રમા, નખમાંથી નક્ષત્રો, રોમમાંથી ઓષધિ વનસ્પતિ વેગેરે ઉત્પન્ન કર્યો પણ બ્રહ્માને શરીર તો છે નહિ, તો નખ અને રેમ શી રીતે સંભવે? સૂર્યને આટલું બધું તેજ આપ્યું તે ચંદ્ર અને નક્ષત્રને તેટલું કાં ન આવ્યું? પ્તિાની મિલ્કતને વારસો બધા ભાઈઓને સરખે હિસ્સે મળવો જોઈએ. બ્રહ્મ જેવા ઉદાર પિતાને ન્યૂનાધિકતા રૂપ પક્ષપાત રાખવાનું શું. કારણ?
વૈદિક સૃષ્ટિને અઢારમો પ્રકાર (પરસ્પર સૃષ્ટિ.)
स वा अह्नोऽजायत, तस्मादहरजायत ।
(1 નં૧૩ IT ૭ ૧T અર્થ–તે પરમાત્મા દિવસમાંથી ઉત્પન્ન થયા અને દિવસ પરમાત્મામાંથી ઉત્પન્ન થયે. स वै राव्या अजायत, तस्माद रात्रिरजायत ।
(૩થ૦ રંs રૂાકી ૭૧ ૨) અર્થ–તે પરમાત્મા રાત્રિમાંથી ઉત્પન્ન થયા અને રાત્રિ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ.