________________
એ જ નિષ્પન્ન થાય છે કે જગતમાં કઈ દ્રવ્ય કે શક્ત વધતીઘટતી નથી, માત્ર પુદગલો-પરમાણુઓ નિજમાં રહેલા સ્વભાવને અનુસરીને લીલા કરે છે અને એ લીલાથી તરેહ તરેહનાં સ્થળ પરિવર્તનો માનવનાં ચર્મચક્ષુઓને દેખાય છે. એ પદ્ગલોને ઉત્કર્ષ અપકર્ષ થાય છે પણ કદાપિ નાશ થતો નથી, તેમજ એ ઉત્કર્ષ-અપકર્ષ માટે કેઈના નિયંત્રણ કે નિયમનની તેને જરૂર રહેતી નથી. સૂર્યચંદ્ર-ગ્રહો અને જગતમાં થતા પુગના ઉત્કર્ષ-અપકર્ષને આમ નિરાકાર ઈશ્વરની કે સર્વશક્તિમય બ્રહ્મની લીલા માનવી એ સુઘટિત કલ્પના પણ કરતી નથી. જાણુતા તત્વવિદ્દ શ્રી. કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ “અનુભવ યથાર્થ અને અયથાર્થ બને જાતનો હોઈ શકે છે; વળી અનુભવ અને અનુભવને ખુલાસો (ઉપપત્તિ) એમાં ફરક છે. આથી અનુભવનાં વચને કે ઉપપત્તિ પણ માત્ર વિચારવાયોગ્ય જ ગણાય; એ અનુભવ અને તેની ઉત્પત્તિ આપણું અનુભવ અને વિચારમાં જેટલે અંશે ઊતરે, તેટલે અંશે તે ભાન્ય થાય. પ્રાચીન કાળથી તે આજ સુધી જેટલે અંશે ઊંડા વિચારકાના અનુભવ અને તેની ઉપપત્તિમાં એકસરખાપણું છે, તેટલે અંશેજ શાસ્ત્રોમાં પ્રમાણભૂતતા આવે છે.” પરતુ આવું એકસરખાપણું સૃષ્ટિકતૃત્વવાદમાં નથી, તે આ ગ્રંથનાં જુદાં જુદાં પ્રકરણે ઉપરથી જોઇ શકાય છે. અનુભવ કરતાંય વિશેષ તેમાં તર્ક, અનુમાન અને કલ્પના છે અને શ્રી. મશરૂવાળા જ કહે છે કે “એક બાજુએ અનુભવ અને બીજી બાજુએ તર્ક, અનુમાન કે કલ્પના એ બે વચ્ચે બહુ ભેદ છે. અનુમાનને સિદ્ધાંત સમજવાની કે કલ્પનાને સત્ય સમજવાની ભૂલ થવી એ સત્યશોધનમાં મોટી ખાડીઓ છે.” વસ્તુતઃ સત્યશોધન કિવા સિદ્ધાંત, અનુભવ અને પ્રયોગથી શોધાયો અચલ નિયમ હોવો જોઈએ. મીમાંસાકાર પ્રત્યક્ષ પ્રમાણને અનુભવ માને છે, તર્ક અને કલ્પનાથી રજુ કરવામાં આવતા વાદને નહિ; અને વિજ્ઞાનશાસ્ત્ર પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે કે સૃષ્ટિને