________________
૧૪.
આદિકાળ કે તેનું કર્તૃત્વ નિશ્ચિત કરી શકાય તેમ નથી. આમ અનુભવ અને પ્રયોગનું મિશ્રણ જૈન મતાનુસાર જગતના અનાદિત્ય અને અકર્તુત્વ તરફજ વિશેષ પ્રમાણમાં ઢળે છે એ આ ગ્રંથના રચયિતાએ વિસ્તારથી સમજાવ્યું છે. - “સૃષ્ટિવાદ અને ઈશ્વર” કેટલાક વાદેનું ખંડન કરે છે અને એક વાદનું ખંડન કરે છે, એટલે તેને ખંડન–મંડનનું એક પુસ્તક કહેવામાં વાંધો નથી. આવું પુસ્તક આજની જનતા ઉપર ઉપકાર કરી શકે ખરું? ધાર્મિક ખંડન-મંડન આજના કાળમાં ઘણાને અનાવશ્યક લાગે છે કારણકે તેમાંથી વાદો અને વિતંડાઓ જન્મે છે અને સત્યશોધન તે દૂર રહ્યું પણ કલહ વધે છે. સૌમ્ય અને પ્રતિપાદક શૈલીએ લખાયેલું આ પુસ્તક ખંડન-મંડનનું હોવા છતાં એક રીતે આજની જનતા કે જે સ્વાવલંબનના માર્ગ પ્રતિ રૂચિ ધરાવે છે, તેને ઉપયોગી થઈ પડશે ખરું. ઈશ્વર છેજ નહિ, એવા નાસ્તિકવાદની તે તરફેણ કરતું નથી, પરંતુ જગતને કર્તા ઈશ્વર નથી અને છના સત્કાર્ય–અપકાર્યને નિયંતા ઈશ્વર નથી, ઈશ્વર તે પરમ મુક્ત દશાએ પહોંચેલો આત્મા છે અને મનુષ્ય પણ એ દશાને પિતાની આધ્યાત્મિક કમાણીથીજ રળવાની છે, પોતાના જ પુરૂષાર્થ ઉપર આધાર રાખવાનો છે, એવું ઉપકારક સૂચન આ ગ્રંથન એકંદર
ધ્વનિ કરે છે. ઈશ્વરનું સૃષ્ટિકર્તાપદ અને જગનિયંતાપદ જનતાને નિષ્ક્રિય અને પ્રમાદી બનાવવામાં સાધનભૂત બને છે, અને પુરૂષાર્થને તે ગૌણ બનાવે છે. એ રીતે જોઈએ તે આ ગ્રંથનું તત્ત્વ પુરૂષાર્થવાદી છે. ગ્રંથનું પરિશીલન કરનાર એ તત્ત્વની તારવણી કરી શકે તેમ છે અને બંધ તથા મોક્ષના કારણભૂત કર્મને પિછાણને પુરૂષાર્થયુક્ત જીવન જીવી શકે તેમ છે.
ચુનીલાલ વર્ધમાન શાહ,