________________
પરિવર્તન થયા કરે છે. એજ ગરમી ઝીલીને પૃથ્વીના પેટાળમાં કાયેલા પાકે છે, એ જ ગરમી ઝીલીને વનસ્પતિ ફળે છે અને વધે છે; એ કેયલા અને લાકડાં પુનઃ બળીને ગરમી આપે છે. આમ પ્રત્યેક પદાર્થ અને શક્તિનું રૂપાંતર થયા કરે છે–તેને નાશ થતો નથી. પ્રત્યેક પદાર્થ અને શક્તિ સંબંધી આમ સાપેક્ષવાદની દૃષ્ટિએ વિચાર કરનારને જગતના અનાદિ અને ઈશ્વરના અકર્તુત્વની સમજ આપવામાં આ ગ્રંથમાંનું વૈજ્ઞાનિક સૃષ્ટિપરામર્શ” પ્રકરણ ખૂબ મદદગાર બને તેવું નિરૂપાયું છે.
આમ સૃષ્ટિવાદ અને સૃષ્ટિકર્તવવાદના સંબંધમાં નિરીશ્વરવાદી દર્શનેએ જે કાંઈ કહ્યું છે અને વિજ્ઞાન જે હજી પ્રાગપૂર્વક સિદ્ધ કરી રહ્યું છે, તે જૈન સૂત્ર સૂત્રકૃતાંગની થોડી પંક્તિઓમાં કહેલું છે. દેવોસ, બ્રહ્મસ, ઈશ્વરકૃત, પ્રકૃતિ આદિકૃતિ, સ્વયંભૂકૃત, અંડકૃત, બ્રહ્માકૃત, એવાં જુદાં જુદાં જે વિધાને કરવામાં આવે છે તેમાં જગત કૃત-કરેલું–કેઈથી બનાવાયેલું છે એ ભાવ રહેલો છે એ વિધાનના સંબંધમાં ભગવાન મહાવીર કહે છે કે
सरहिं परियारहि, लोयं बया कडेति य। ततं ते ण वियाणंति, ण विणासी कयाइवि ॥
અર્થાત–એ સૌ વાદીએ પિતાની યુક્તિથી લોક (જગત) કરાયેલું છે એમ બેલે છે, પરંતુ તેઓ તત્વને “વોક કદી પણ વિનાશી નથી” એ તત્ત્વને જાણતા નથી. મહાવીરના કાળમાં જગતના કત્વ અસ્તૃત્વના સંબંધમાં જે મુખ્ય વાદો પ્રચલિત હતા તે વાદને સ્પર્શીને મહાવીરે આ પંકિતઓમાં જે વિધાન કર્યું છે કે જગત કેઈએ બનાવ્યું નથી અને તેને કદાપિ નાશ થવાને નથી એ વિધાનનું આ ગ્રંથમાં વિસ્તૃત રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પુસ્તકના ઉત્તર ખંડમાં એ પ્રતિપાદન કરવામાં મુખ્યત્વે મીમાંસાદર્શનને, સૃષ્ટિવિષયક વિજ્ઞાનવાદને અને જૈન દર્શનને આધાર લેવામાં આવ્યો છે. એ ત્રણેના કથિતવ્યને જે સમન્વય કરીએ તો