________________
વૈદિક સૃષ્ટિને પંદરમે પ્રકાર (કર્મસૃષ્ટિ) ૧૧૩ इन्द्रादिन्द्रः सोमात्सोमोऽग्नेरग्निरजायत । त्वष्टा ह जज्ञे त्वष्टुर्धातुर्धाताऽजायत ॥
(ાથ૦ સં- ૨૨ કા ૨૦૮–૧) અર્થ–વર્તમાન સૃષ્ટિમાં ઈન્દ્ર ક્યાંથી થયો? તેમ ક્યાંથી થો? અગ્નિ શેમાંથી થયો ? ત્વષ્ટા ક્યાંથી ઉત્પન્ન થયે ? અને ધાતા શેમાંથી ઉત્પન્ન થયો ? ઉત્તર–પ્રલયની પહેલાં જે સૃષ્ટિ હતી તેમાં જે ઈન્દ્ર હતો તેમાંથી વર્તમાન સૃષ્ટિને ઈન્દ્ર થયો. આગલા કલ્પમાં જે સામ હતો તેમાંથી વર્તમાન કલ્પને સોમ થયો. એવી જ રીતે પૂર્વના અગ્નિમાંથી વર્તમાન અગ્નિ, પૂર્વના ત્વષ્ટામાંથી વર્તમાનને ત્વષ્ટા અને પૂર્વના ધાતામાંથી વર્તમાન ધાતા ઉત્પન્ન થયા. અથવા પૂર્વને ઈન્દ્ર શબ્દ કર્મવાચક છે તેથી ઈન્દ્રત્વ યોગ્ય પૂર્વકર્મથી ઈદ્ર પેદા થયે; એમજ સમાદિક પણ જાણવા.
સમાલોચના. સૃષ્ટિની ઉત્પત્તિમાં જીવોનાં કર્મ જ જ્યારે મુખ્ય કારણ છે, પિતપોતાના કર્માનુસાર તે તે પદની પ્રાપ્તિ થાય છે, ધાતા વગેરે પણ કર્મની જ ઉપાસના કરે છે, તો જીવ અને કર્મની વચ્ચે ઈશ્વર યા બ્રહ્મને પડવાની શું જરૂર છે? કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, એ પ્રસિદ્ધ નિયમાનુસાર કર્મરૂપ કારણથી તે તે કાર્યની ઉત્પત્તિ થઈ જશે તે બ્રહ્મને માયાશક્તિ સાથે પરણાવવાની અને વરવધૂના જોડલાં કલ્પવાની શું જરૂર છે? સંસારમાં પરિભ્રમણ કરીને જે મુક્ત થયા છે તેને પુનઃ સંસારના ચક્રમાં ફસાવવાની શા માટે કલ્પના કરવી જોઈએ ?