________________
૧૧૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
प्राणापानौ चक्षुः श्रोत्रमक्षितिश्च क्षितिश्च या। व्यानोदानौ वाङ्मनस्ते वा आकूतिमावहन् ।
(અથ૦ ૦ ૨૨ ક. ૦ ૪) અર્થ—હદયકમલસ્થિત ક્રિયાશક્તિરૂપ મુખ્ય પ્રાણની પ્રાણ અને અપાન નામની એ વૃત્તિઓ, નેત્ર, શ્રોન્દ્રિય, અક્ષિતિ = અક્ષીણ જ્ઞાનશક્તિ, ક્ષિતિ = મેક્ષ થતી વખતે લિંગ શરીર સાથે ક્ષય પામનાર ક્રિયાશકિત, અન્તરસને બધી નાડીઓમાં પ્રેરિત કરનારી
વ્યાનવૃત્તિ, ઓડકારના વ્યાપાર કરનારી ૮ઉદાનવૃત્તિ, બોલવામાં સાધનભૂત વાણી, અને મન= અંતઃકરણઃ એ દશ દે પ્રગટ થયા.
अजाता आसन्नृतवो थो धाता बृहस्पतिः। इन्द्राग्नी अश्विना तर्हि कं ते ज्येष्ठमुपासत ॥ तपश्चैवास्तां कर्म चान्तर्महत्यर्णवे। तपो ह जज्ञे कर्मणस्तत् ते ज्येष्ठमुपासत ॥
(અથ૦ ૦ ૨૨ા કા ૨૦ -૬) અર્થ–સૃષ્ટિ વખતે વસંત આદિ ઋતુઓ ઉત્પન્ન થઈ ન હતી; ધાતા, બૃહસ્પતિ, ઈદ્ર, અગ્નિ અને અશ્વિનીકુમાર, એ ઋતુચક્રના અધિપતિ દેવતાઓ પણ ઉત્પન્ન થયા ન હતા, ત્યારે ધાતા આદિ દેવોએ પિતાની ઉત્પત્તિ માટે જ્યેષ્ટ કારણભૂત કયા ઉત્પાદકની અભ્યર્થના કરી હતી ? ઉત્તર–પ્રલયકાલરૂપ મહાસમુદ્રમાં જગસૃષ્ટાના પર્યાલોચનરૂપ તપ અને પ્રાણીઓનાં ભાગ્યકર્મ એ બે વિદ્યમાન હતાં, તેમાં પણ તપની ઉત્પત્તિ પ્રાણીઓનાં ભોગ્યકર્મથી થાય છે, એટલા માટે ધાતા આદિ દેવો પોતાની ઉત્પત્તિ માટે છે કારણ કર્મની જ ઉપાસના કરે છે.
कुत इन्द्रः कुतः सोमः कुतो अग्निरजायत । कुतस्त्वष्टा समभवत् कुतो धाताऽजायत ।