________________
વૈદિક સૃષ્ટિને અગીઆરમે પ્રકાર (આત્મસૃષ્ટિ) ૧૦૫ વિદિક સૃષ્ટિને અગીઆરમ પ્રકાર (આત્મસૃષ્ટિ).
तस्माद्वा एतस्मादात्मनः आकाशः सम्भूतः । आकाशाद्वायुः। वायोरग्निः । अग्नेरापः। अद्भयः पृथिवी । पृथिव्या ओषधयः । ओषधिभ्योऽन्नम् । अन्नाद्रेतः । रेतसः पुरुषः ।
(૦ ૪૫૦ ૪૦ ૫૦ પ્રથમણve: ૨ા ૨) અર્થ–તે પ્રસિદ્ધ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી એષધિઓ, ઓષધિમાંથી અન્ન, અન્નથી રેત-વીર્ય અને વીર્યથી પુરૂષ ઉત્પન્ન થાય છે.
સૃષ્ટિકમ કેઝક. ૧ આત્મા ૬ પૃથ્વી ૨ આકાશ
૭ ઔષધિ ૩ વાયુ
૮ અન્ન ૪ અગ્નિ
૯ રેત–વીર્ય ૫ જલ
૧૦ પુરૂષ.
સમાલોચના. સૃષ્ટિના ચેથા, છઠા અને સાતમા પ્રકારમાં “આ વા - મ9 મારત” સૌથી પહેલાં પાણું હતું એમ દર્શાવ્યું છે અને આ ક્રમમાં સૌથી પહેલાં આત્મા, ત્યારપછી આકાશ, વાયુ, અગ્નિ ઉત્પન્ન થયા પછી પાંચમે નંબરે જલની ઉત્પત્તિ થાય છે એમ બતાવ્યું છે. શું આ વિરોધ નથી? સૃષ્ટિના છઠા પ્રકારમાં વાયુ પહેલાં પાણી દર્શાવ્યું છે જ્યારે આ ક્રમમાં વાયુ પહેલાં આકાશની ઉત્પત્તિ બતાવી છે. અર્થાત વાયુનું કારણ આકાશ અને આકાશનું