________________
૧૦૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
પણ કરી; તે એવી રીતે સૃષ્ટિ બનાવનાર શું ગુન્હેગાર ન ગણી શકાય? પ્રજાપતિને મૃગશિર નક્ષત્રરૂપે કેસે બનાવ્યો ? રૂદ્ર કે પિતાની મેળે ? રૂ બનાવ્યો તે પ્રજાપતિ કરતાં રૂદ્રની શક્તિ વધારે છે? રૂકને મૃગવ્યાધના તારારૂપે કેસે બનાવ્યો? પ્રજાપતિને મારવા માટે રૂદ્ર વ્યાધરૂપ ધારણ કર્યું છતાં આજસુધી રૂદ્ર તેને મારી તે શ નહિ, તે રેજ ને રોજ બાણ લઈને પાછળ ફરવાથી શું ફાયદો? પ્રજાપતિને કદાચ ગુન્હો હો અને તેને સજા કરી પણ શતરૂપાએ શું ગુન્હો કર્યો કે તેને રોહિણી બનીને મૃગશિરની પાછળ ફરવું પડયું ? કદાચ આ રૂપક અલંકાર હોય તે તે પણ ઘટતું નથી. મિથુની કૃત્યમાં શતરૂપા આગળ અને પ્રજાપતિ તેની પાછળ સ્વાંગ બદલાવે છે; જ્યારે આકાશભ્રમણમાં મૃગશરરૂપ પ્રજાપતિ આગળ અને રોહિણરૂપ શતરૂપા પાછળ રહે છે. પ્રજાપતિના વીર્યથી આખું સરેવર ભરાઈ ગયું એ શું સંભવિત છે? ભાઠુષ કે માનુષ એ ઉચ્ચારણથી ભાદુષ કે માનુષ શબ્દની સિદ્ધિ થઈ શકે પણ મનુષ્ય જાતિની ઉત્પત્તિ તેથી શી રીતે થઈ શકે? વીર્યમાંથી મનુષ્ય શરીર બન્યાં છે તે ગર્ભમાં રહીને બન્યાં કે વિના ગર્ભ ? ગર્ભમાં રહી બન્યાં છે તે તેના ગર્ભમાં? મનુષ્યજાતિ તે હજી ઉત્પન્ન થઈ નથી. ગર્ભ વિના બન્યાં છે તે સંભવિત છે? વીર્યને અગ્નિથી પકાવતાં સૂર્ય આદિ દેવ બન્યા એ પણ શું અનુભવગમ્ય વાત છે? સૂર્યની ઉત્પત્તિ તો પહેલાં અનેક પ્રકારે બતાવી છે. બીજા દે પણ અદિતિ અને પ્રજાપતિથી ઉત્પન્ન થયેલ દર્શાવ્યા છે. કાષ્ઠ, માટી અને રાખમાંથી વિવિધ પશુઓ બન્યાં એ પણ બુદ્ધિગ્રાહ્ય વાત જણાતી નથી.