________________
વૈશ્વિક સુષ્ટિના દશમા પ્રકાર (માટ્ટુ)
૧૦૩
અર્થ—મનુષ્યા થયા પછી જે પ્રજાપતિનું વીય અવશિષ્ટ રહ્યું તેને નીભૂત બનાવવા અને તેમાં રહેલ વત્વ દૂર કરવા દેવાએ તે તળાવની ચારે કારે અગ્નિ પ્રજ્વલિત કર્યાં. બીજી તરફ વાયુએ તેની આર્દ્રતા શાષવાનું કામ કર્યું. આટલું છતાં તે વીર્યં પાક્યું નહિ, અર્થાત્ તેનું દ્રવત્વ શેાષાયું નહિ. ત્યારપછી વૈશ્વાનર નામના અગ્નિએ પકાવવાનું કામ કર્યું અને વાયુએ શેાષવાનું કામ જારી રાખ્યું, તેથી તે વીર્ય પાકીને પિણ્ડીભૂત બની ગયું. તે પિંડમાંથી એક પ્રથમ પિંડિકા ઉદ્દીપ્ત થઇ પ્રકાશવા લાગી તે આદિત્ય સૂર્ય બન્યા. ખીજી નીકળી તે ભૃગુઋષિ બન્યા; તેને વરૂણે ગ્રહણ કર્યો તેથી ભૃગુ વરૂણના પુત્ર કહેવાયેા. ત્રીજી પિંડિકા નીકળી તેમાંથી અદિતિના સૂર્ય સિવાય બાકીના પુત્રા–દેવા બન્યા. જે અંગારા રહ્યા, તે અંગિરસ ઋષિએ અન્યા. જે અંગારા ઉત્કથી દીપ્ત થયા તે બૃહસ્પતિ થયેા.
પશુસૃષ્ટિ
यानि परिक्षाणान्यासंस्ते कृष्णाः पशवोऽभवन्, लोहिनी मृत्तिका ते रोहिता, अथ यदू भस्माऽऽसीत् तत्परुष्यं व्यसर्पद् गौरो गषय ऋश्य उष्ट्रो गर्दभ इति ये चैतेऽरुणाः पशवस्ते च । ( વેત૦ ગ્રા૦ રૂ| ૨૨૦) અર્થ—જે કાળા રંગનાં લાકડાં રહ્યાં તે કાળા રંગનાં પશુએ થયાં. અગ્નિદાહથી જે માટી લાલ ર્ગની બની ગઇ હતી, તેમાંથી લાલ રંગનાં પશુ બન્યાં. જે રાખ બની હતી તેમાંથી કઠાર શરીરવાળાં ગૌર, રાઝ, મૃગ, ઉંટ, ગર્દભ વગેરે અરણ્ય-જંગલનાં પશુ બન્યાં તે જંગલમાં ફરવા લાગ્યાં.
या
સમાલાચના.
શતરૂપાને જે કૃત્ય અકૃત્યરૂપ લાગ્યું તે નૃત્યને દેવાએ પણ અકૃત્યરૂપે જાહેર કર્યું; એટલુંજ નહિ પણુ દેવાએ તે તેને સજા