________________
વૈદિક સૃષ્ટિના આઠમા પ્રકાર (પ્રજોત્પત્તિ)
૯૭
તેના અધિપતિ બન્યા. ૧૬. વીશ આંગળી, દશ ઇંદ્રિયા, એ પગ, અને એક આત્મા એમ તેત્રીશની સાથે પ્રજાપતિએ સત્તરમી સ્તુતિ કરી તેથી સર્વ પ્રાણીએ સુખી થયાં. પરમેષ્ઠી પ્રજાપતિ તેમના અધિપતિ બન્યા. ૧૭.
૧ સામાન્ય પ્રજા
૨ બ્રાહ્મણ
૩ પાંચ ભૂત ૪ સપ્ત ઋષિ
૫ પિતર
૬ ઋતુઓ
૭ માસ
સૃષ્ટિક્રમ કા.
૮ ક્ષત્રિય
૯ ગ્રામ્ય પશુ ૧૦ ૪૬ અને વૈશ્ય
૧૧ એક ખરીવાળા
પશુ
૧૨ ક્ષુદ્ર પશુ–અજા વગેરે
૧૩ જંગલી પશુ
૧૪ દાવા, પૃથ્વી, વસુ આદિ દેવા ૧૫ વનસ્પતિ
૧૬ સામાન્ય પ્રા
૧૭ પ્રાણીઓની સુખસંપત્તિ.
સમાલાચના.
આ ક્રમમાં પૃથ્વી ચૌદમે નંબરે ઉત્પન્ન થાય છે. તે। શકાએ થાય છે કે બ્રાહ્મણ આદિ ચાર વર્ણ, ગામનાં અને જંગલનાં પશુએ પૃથ્વી વિના ક્યાં રહ્યાં હશે ? આગળના ક્રમમાં દેવા પ્રથમ ઉત્પન્ન થતા દર્શાવ્યા છે. આમાં મનુષ્યા પ્રથમ અને દેવા પાછળ રહી ગયા તેનું શું કારણ ? પ્રજાપતિએ સ્તુતિ કરવામાં પ્રાણાની અને શરીરના અવયવેાની સહાયતા લીધી તે પ્રજાપતિ એકલાની શું શક્તિ ન હતી ? હતી તે ખીજાની સહાનુભૂતિ કેમ લેવી પડી ? ઈંટની સ્તુતિ કરવાથી સાષ્ટ ઉત્પન્ન થઈ એમાં કયા વૈજ્ઞાનિક નિયમની પ્રવૃત્તિ છે? સૂર્યચંદ્રની ઉત્પત્તિ તે! આ ક્રમમાં ક્યાંય દેખાતી નથી તે તેના વિના ઋતુ અને મહિનાની ઉત્પત્તિ શી રીતે થઈ ? પાંચ મહાભૂત ઉત્પન્ન થયા પહેલાં બ્રાહ્મણ જાતિનાં શરીર શી રીતે ઉત્પન્ન થયાં ? મહાભૂત વિના તેા શરીર બનવું શક્ય નથી.