________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
અર્થદશ હાથની આંગળી અને ઉપર નીચે રહેલ શરીરનાં નવ છિદ્રો એમ ૧૯ પ્રાણની સાથે પ્રજાપતિએ દશમી સ્તુતિ કરી તેથી શુદ્ધ અને વૈશ્ય ઉત્પન્ન થયા. અહોરાત્ર તેના અધિપતિ થયા. ૧૦. હાથ અને પગની વીશ આંગળી અને એક આત્મા એ એકવિશની સાથે પ્રજાપતિએ ૧૧ મી સ્તુતિ કરી તેથી એક ખરીવાળા, પશુઓની ઉત્પત્તિ થઈ વરૂણ એમનો અધિપતિ થયો. ૧૧. વીશ આંગળી, બે પગ, એક આત્મા એમ વીશની સાથે પ્રજાપતિએ બારમી સ્તુતિ કરી તેથી ક્ષુદ્ર પશુઓ ઉત્પન્ન થયા. પૂષા એમને અધિપતિ થયો. ૧૨. હાથ પગની વીશ આંગળી, બે પગ, બે હાથ, એક આત્મા, એ પચીશની સાથે પ્રજાપતિએ તેરમી ઈટની સ્તુતિ કરી, તેથી આરણ્ય પશુઓની ઉત્પત્તિ થઈ વાયુ એમને અધિપતિ થયો. ૧૩. હાથ પગની વિશ આંગળી, બે ભુજા, બે સાથળ, બે પ્રતિષ્ઠા અને એક આત્મા, એમ સત્તાવીશની સાથે પ્રજાપતિએ ચૌદમી સ્તુતિ કરી તેથી સ્વર્ગ અને પૃથ્વી ઉત્પન્ન થયાં. તેમજ વસુ આઠ, રૂદ્ર અગીઆર અને આદિત્ય બાર પણ ઉત્પન્ન થયા. એજ એમના અધિપતિ બન્યા. ૧૪
नवविंशत्याऽस्तुवत । वनस्पतयोऽसृज्यन्त । सोमोऽधिपतिरासीत् । एकत्रिंशत्याऽस्तुवत । प्रजा असृज्यन्त । यवाश्चायवाश्चाधिपतय आसन् । त्रयस्त्रिंशताऽस्तुवत । भूतान्यशाम्यन् । प्रजापतिः परमेष्ठयधिपतिरासीत् ।।
(go માણું સં ૨૪ રૂ૦ / રૂટ) અર્થ–હાથ પગની વીશ આંગળી અને નવ છિદ્રરૂપ પ્રાણ એમ ૨૯ ની સાથે પ્રજાપતિએ પંદરમી ઈટની સ્તુતિ કરી, તેથી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ. સેમ તેમને અધિપતિ થયે. ૧૫. વીશ આંગળી, દશ ઇન્દ્રિય અને આત્મા એમ એકત્રીશની સાથે પ્રજાપતિએ સોળમી ઇટની સ્તુતિ કરી, તેથી પ્રજા ઉત્પન્ન થઈ, યવ અને અયવ દેવો