________________
વૈદિક સૃષ્ટિને સાતમે પ્રકાર (ચિતિ)
૯૩
તમારી પાસે આવીએ? પાંચેએ પૂછયું કે તમે બદલામાં શું આપશો? ત્રષિઓએ કહ્યું કે અમે બહુ બહુ આપીશું. તેમણે સ્વીકાર કર્યો. ઋષિઓએ ચોથી અને પાંચમી એ બે ચિતિઓ સાથે આશ્રય લીધે.
આ સૃષ્ટિક્રમ સૌથી વિલક્ષણ પ્રકારનો છે. પ્રજાપતિએ ભૂલોક બનાવ્યો તો વિશ્વકર્માએ અંતરિક્ષ લોક બનાવ્યો. પરમેષ્ટીએ સ્વર્ગલોક બનાવ્યો તો યજ્ઞપુરૂષે દિશાએ બનાવી. અનેક ભાગીદારોએ મળીને આ સૃષ્ટિ બનાવી ને કહેવાય શું? એકે બનાવેલ સૃષ્ટિમાં બીજાને પગ મુકવાનો પણ અખત્યાર નહિ તો ભાગીદારી પણ ક્યાં રહી ? બદલામાં રૂશ્વત લઈને રહેવાનું સ્થાન આપવું એ સ્વાર્થવૃત્તિ ન ગણાય? ચિતિ–અગ્નિ અથવા આહુતિથી ઐક્યની રચના શી રીતે થઈ ? અગ્નિ તે પાંચ ભૂતમાંનો એક ભૂત છે. તેમાંથી પાંચે ભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? ત્રણ ચિતિઓમાંથી ત્રણ લોક બન્યા તે ઋષિઓની ચોથી અને પાંચમી ચિતિમાંથી શું બન્યું? શું ચેતન સૃષ્ટિ તેમાંથી ઉત્પન્ન થઈ? સૃષ્ટિકર્તા તરીકે સૌને અલગ અલગ માનવા કે સૌની એક કંપની બની ? એકેકનો એક બીજાને સહકાર તો છે નહિ તો કંપની પણ કેવી રીતે માની શકાય ?
પ્રજાપતિની અશકિતને બી એક નમુને.
प्रजापतिः प्रजाः सृष्ट्वा प्रेणानुप्राविशत्। ताभ्यः पुनः संभवितुं नाशक्नोत् । सोऽब्रवीत् । ऋनवदित् स यो मेतः पुनः संचिनवदिति । तं देवाः समचिन्वन् । ततो वै त आध्नुवन् ॥
( To તૈ૦ ૦ લાવા ૨) અર્થ–પ્રજાપતિએ પ્રજા સજીને પ્રેમથી તે પ્રજામાં પ્રવેશ કર્યો. તેમાંથી ફરી નીકળવાને શક્તિમાન ન થયું. તેણે દેવોને કહ્યું કે ઋદ્ધિમાન થશે કે જે મને આમાંથી બહાર કાઢશે. દેવોએ તેને બહાર કાઢયો તેથી દેવો ત્રદ્ધિમાન બન્યા.