________________
૯૨
સૃષ્ટિવાદ અને ઇશ્વર
અર્થ–(ત્યારપછી ચોથો પરમેથી આવે છે). પરમેષ્ઠીએ પ્રજાપતિ, વિશ્વકર્મા અને યજ્ઞપુરૂષને પુછયું કે હું તમારી પાસે આવું? ત્રણેએ જવાબ દીધો કે અમારી પાસે જગ્યા નથી. એટલામાં પરમેષ્ઠીએ ત્રીજી ચિતિ–આહુતિ જોઈ તેને આશ્રય લીધો છે તે સ્વર્ગલોક બની ગઈ
स आदित्यः प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रवीत्। स विश्वकर्माणं च यज्ञं चाब्रवीत् । उप वा माऽयानीति । नेह लोकोऽस्तीत्यताम् । स परमेष्ठिनमब्रवीत् । उप त्वाऽयानीति । केन मोपैष्यसीति । लोकं पृणयेत्यब्रवीत्तम् । लोकंपृणयोपैत्तस्मादयातयानी। लोकं पृणाऽयातयामा बसावादित्यः। (कृ० यजु तै० सं०५।७।५)
અર્થતે સૂર્યો પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે આવું? પ્રજાપતિએ ના કહી કે આંહિ અવકાશ નથી. ત્યારપછી વિશ્વકર્મા અને યજ્ઞપુરૂષને પુછયું તે તે બનેએ ના કહી. સૂર્યો પરમેથીને પુછયું તે પરમેષ્ટીએ કહ્યું કે શું લઈને મારી પાસે આવીશ ? સુર્યે કહ્યું કે લોકપૃણા (વારંવાર ઉપયોગ કરવા છતાં જેનું તત્ત્વ ક્ષણ ન થાય અને ચિતિમાં જ્યાં છિદ્ર પડે છે જેનાથી પૂરવામાં આવે તે કંપૃણા કહેવાય છે) લઈ ને હું આવીશ. પરમેષ્ઠીએ કબૂલ કર્યું. સૂર્યો લોકનૃણ સાથે સ્વર્ગલોકમાં આશ્રય લીધો અને દરરોજ આવૃત્તિ કરીને લોકને પ્રકાશ આપવાનું કામ ચાલુ રાખ્યું. લોકપૂણું અક્ષણ સારા છે માટે સૂર્ય પણ અક્ષીણસાર છે. અર્થાત અખૂટ પ્રકાશવાળો છે.
तानृषयोऽब्रुवन्नुप व आयामेति । केन न उपैष्यथेति भूम्नेत्यब्रुवन् तान् द्वाभ्यां चितीभ्यामुपायन्त।
( ગુ. તે સં૦ લાછા) અર્થ –ઋષિઓએ પ્રજાપતિ આદિ પાચેને પુછયું કે અમે