________________
સૃષ્ટિવાદ અને ઈશ્વર
(૩) સંહિતાના પાંચમા કાંડના પાઠમાં પાછું કમલપત્ર ઉપસ્થિત થાય છે. પ્રજાપતિ વાયુરૂપ બનીને કમલપત્ર ઉપર લે છે. પ્રતિષ્ઠા ક્યાંય મળતી નથી. ત્યાં શેવાળનાં દર્શન થાય છે. શેવાળ ઉપર અગ્નિના ચણતરથી પૃથ્વી તૈયાર થાય છે. આમાં વરાહ કે વિશ્વકર્મા એ બેમાંથી કોઈ આવતું નથી. શેવાળનો તે પાયો નાખ્યો અને અગ્નિ તથા ઈટના ચણતરથી પૃથ્વી તૈયાર કરી લીધી. પ્રજાપતિએ વાયુરૂપે રહીને જ પૃથ્વી બનાવી કે બીજું રૂપ લીધું તેને કંઈ ખુલાસો નથી.
એકજ યજુર્વેદના ઉક્ત ત્રણે પાઠમાં પ્રક્રિયા જુદી જુદી હોવાનું શું કારણ હશે? કમલના પાંદડાને આધારે કે શેવાળને આધારે પાણી ઉપર આખી પૃથ્વીને ટકાવી રાખવા વિજ્ઞાનના કયા નિયમનો પ્રજાપતિએ ઉપયોગ કર્યો હશે તેની કંઈ ખબર પડતી નથી. પાણી અને શેવાળ ઉપર અગ્નિનું ચણતર ચણાવ્યું, તે પાણીએ આગને બુઝાવી નહિ હોય? કદાચ આ વડવાનલ અગ્નિ હોય તે જુદી વાત છે પણ પૃથ્વી અને માટી વિના ઈટ શી રીતે બની? જોકે મૂલમાં ઈટો નથી પણ ભાષ્યકાર સાયણચાર્યો તે કહ્યું છે કે “તસ્મિન સોવાજેનિમિદવામિશ્ચિતવાન” વળી આ અગ્નિ લાકડાને કે કેલિસાને હશે? પૃથ્વી વિના લાકડાં અને કોલસા પણ શી રીતે મળી શકે ?
વિદિક સૃષ્ટિનો સાતમો પ્રકાર (ચિતિ).
आपो वा इदमग्रे सलिलमासीत् । स एतां प्रजापतिः प्रथमां चितिमपश्यत्। तामुपाधत्त । तदियमभवत् ।
(૪૦ ચT૦ હૈ. સં. ૧૭૧) અર્થ–સૃષ્ટિ પહેલાં કેવલ પાણું હતું. પ્રજાપતિએ પ્રથમ