________________
વૈદિક સૃષ્ટિને છઠો પ્રકાર (વિશ્વકર્મા) ૮૯ વિસ્તાર કર્યો. તે મહેટી પૃથ્વી બની ગઈ. વિસ્તારના કારણથી જ આ પૃથ્વીનું પૃથ્વીપણું છે.
आपो वा इदमग्रे सलिलमासीत् । स प्रजापतिः पुष्करपणे वातो भूतोऽलेलायत् । स प्रतिष्ठां नाविन्दत। स एतदपां कुलायमपश्यत्। तस्मिन्नग्निमचिनुत । तदियमभवत् । ततो वै स प्रत्यतिष्ठत् ।
| (s g૦ તૈ૦ ૨ા દાદ) અર્થ–સૃષ્ટિ પહેલાં કેવળ પાણી હતું. તે પ્રજાપતિ પવનરૂપ થઈને કમલપત્ર ઉપર ડોલવા લાગ્યો. તેને સ્થિરતા ક્યાંય ન મળી. એટલામાં તેને શેવાળ જોવામાં આવી. તે શેવાળ ઉપર ઈટથી અગ્નિનું ચણતર કર્યું, તેથી પૃથ્વી બની ગઈ. તેના ઉપર તેને બેસવાનું સ્થાન (પ્રતિકા) મળ્યું.
કૃષ્ણયજુર્વેદ તૈતરીય સંહિતાના ઉપર કહેલ બે પાઠ તથા કુણુયજુર્વેદ તૈત્તરીય બ્રાહ્મણના પ્રથમ કાંડ પ્રથમ પ્રપાઠકના ત્રીજા
અનુવાકને એક પાઠ કે જે સૃષ્ટિના ચેથા પ્રકારમાં દર્શાવેલ છે; ઉક્ત ત્રણે પાઠની પ્રક્રિયા એકજ પૃથ્વી બનાવવાની છે, છતાં ત્રણેમાં ક્રમ ભિન્ન ભિન્ન છે.
(૧) બ્રાહ્મણના પાઠમાં પ્રજાપતિ તપ કરે છે. કેવી રીતે સૃષ્ટિ રચવી તેની ચિંતા કરે છે. કમલપત્ર જોતાં તેના ઉપર બેસે છે. પાણીની નીચે આળી માટી જુવે છે. વરાહનું રૂપ કરી માટી ખોદી લાવી પાંદડા ઉપર માટીને પસારી પૃથ્વી બનાવે છે.
(૨) સંહિતાના સાતમા કાંડના પાઠમાં કમલપત્ર આવતું નથી. તપ કરવાનું કે આલોચના કરવાનું પણ આવતું નથી. પ્રજાપતિ વાયુરૂપ બનીને નીચેની પૃથ્વી જુએ છે. તેને ઉપર લાવવા વાહનું રૂપ બનાવે છે અને તેનું પ્રમાર્જન કરવા વિશ્વકર્માનું રૂપ બનાવે છે. ત્યારપછી પૃથ્વી નિપજાવે છે.