________________
સુષ્ટિવાદ અને ઈશ્વર અને દેવતાઓને મુખમાંથી જન્મ થવાનું કારણ શું? એકજ પ્રજાપાત પિતાના સમાન પુત્રો હોવા છતાં એકને માટીના પાત્રમાં, બીજાને કાષ્ઠપાત્રમાં, ત્રીજાને ચાંદીના પાત્રમાં અને ચોથાને હરિત= સુવર્ણના પાત્રમાં જુદો જુદો ખોરાક આપવાનું કારણ શું ? શું પરમ પિતાને આવી વિષમ દૃષ્ટિ રાખવી ઉચિત છે? અસુરોની સાથે રાત્રિ ઉત્પન્ન કરી, મનુષ્યોની સાથે પ્રકાશ, ઋતુઓની સાથે સંધ્યા અને દેવોની સાથે દિવસ ઉત્પન્ન કર્યો, તે દિવસ વિના રાત્રિ અને સંધ્યા શી રીતે ઘટી શકે? દિવસ અને રાત્રિને અંતરાળ ભાગ જ સંધ્યા કહેવાય છે. સૂર્યના ઉદય અસ્તથીજ દિવસ, રાત્રિ, સંધ્યા અને પ્રકાશ આપોઆપ બની જાય છે, તેને ઉત્પન્ન કરવાની તકલીફ પ્રજાપતિને શા માટે ઉઠાવવી પડી? આ ઉપરાંત પશુ, પક્ષી, કીટ, વૃક્ષ, લતા, વાયુ, આકાશ વગેરેની સૃષ્ટિ બતાવી નહિ, તે તે બધાં પોતાની મેળે ઉત્પન્ન થઈ ગયાં કે તેમને બીજા કેઈએ પેદા કર્યો? ગ્રંથાન્તરમાં તે તે બધાની સૃષ્ટિ પણ બતાવી છે.
વૈદિક સૃષ્ટિનો છઠો પ્રકાર (વિશ્વકર્મા).
आपो वा इदमग्रे सलिलमासीत् । तस्मिन् प्रजापतिर्वायुर्भूत्वाऽचरत् । स इमामपश्यत्तां वराहो भूत्वाऽहरत्तां विश्वकर्मा भूत्वा व्यमार्ट सा प्रथत । सा पृथिव्यभवत्तत्पृथिव्यै पृथिवीत्वम् । (कृ० यजु० तै० सं० ७ । १।५)
અર્થ–સૃષ્ટિ પહેલાં કેવળ પાણી હતું. પ્રજાપતિ વાયુરૂપ થઈને તેમાં ફરવા લાગ્યો. તેણે નીચે આ પૃથ્વીને જોઈ. વરાહ–ભુંડ બનીને તે પૃથ્વીને ખાદી ઉપર લઈ આવ્યો. ત્યારપછી વરાહનું રૂપ છોડી વિશ્વકર્મા બની પ્રજાપતિએ તે પૃથ્વીનું પ્રમાર્જન કર્યું અને તેને