________________
વૈદિક સુષ્ટિને પાંચ
પ્રકાર (અસુરાદિ)
૮૭
સમાલોચના. પ્રથમ કંઈ ન હતું તેમાંથી ધૂમાડો શી રીતે થયો? અગ્નિથી ધૂમ ઉત્પન્ન થાય છે એ તો ન્યાયશાસ્ત્ર પ્રસિદ્ધ છે પણ ધૂમમાંથી અગ્નિ થાય એ નવાઈ નથી લાગતી ? સમુદ્રના પાણીમાંથી વરાળ બને છે તેમાંથી વાદળ થઈ વૃષ્ટિ થાય એ કુદરતી ક્રમ તો અત્યારે પણ પ્રસિદ્ધ છે, પણ ધૂમાડાનાં વાદળ થયાં તેની વૃષ્ટિ થતાં સમુદ્ર બની ગયા એ કુદરતથી વિરૂદ્ધ નથી? એક જ પ્રકરણમાં એકવાર કહ્યું કે પ્રજાપતિના બસ્તિસ્થાનમાંથી–મૂત્રાશયમાંથી પેશાબરૂપ પાણી નીકળ્યું તેના સમુદ્ર બન્યા તેથી તે પાણી પીવા ગ્ય ન રહ્યું, એટલું કહીને ફરી તરતજ યઠા કહીને કહેવું કે ના–ના, તેમ નહિ, પણ પ્રથમથી જ પાણું ભર્યું હતું, એ લેખકની અનિશ્ચિતતાનું ભાન કરાવતું નથી ? જ્યાં ગ્રંથકારને જ નિશ્ચયાત્મક જ્ઞાન નથી ત્યાં વાંચનારને શી રીતે નિશ્ચય થઈ શકે ? બીજા ક્રમમાં પાણુ પછી પૃથ્વી બતાવવી તે ઠીક છે પણ પૃથ્વી વિના પાણું રહ્યું શેના ઉપર ? અસુરાદિ ઉત્પન્ન કરવા માટે પ્રજાપતિને ગર્ભ ધારણ કરવો પડશે તે પ્રજાપતિનું
સ્વરૂપ પુરૂષરૂપે કે સ્ત્રીરૂપે? જઘનમાંથી અસુરે પેદા કર્યા તે જધન શબ્દ સ્ત્રીના અવયવવાચક છે. જુઓ અમરકોશમાં पश्चानितम्बः स्त्रीकट्याः क्लीबे तु जघनं पुरः
(અમ૦ ૨ા દા૭૪) પ્રજાપતિ શબ્દ તે સ્વયં પુરૂષલિંગવાળો છે. તો એકજ પ્રજાપતિ એક વખતે પુરૂષ અને સ્ત્રીરૂપે શી રીતે હોઈ શકે? એક પુરૂષરૂપે જ હતા તે તેને ગર્ભ શી રીતે સંભવે ? પ્રજાપતિને પરમાત્મા રૂપે માની તેની પાસેથી સૃષ્ટિ પેદા કરવાને તેને સગર્ભ બનાવવો તે પરમાત્માપદની અવહેલના નથી લાગતી ? અસુરે, મનુષ્ય અને દેવતા એકજ ગર્ભમાં પેદા થયા છતાં જન્મ દરેકનો ભિન્ન ભિન્ન સ્થાનેથી થયે અર્થાત અસુરોને જઘનસ્થાનમાંથી, મનુષ્યોને જનનેંદ્રિયમાંથી