________________
જ વિરા
સૃષ્ટિવાદ અને ઈશ્વર મનુસ્મૃતિ અને પુરૂષસુક્ત એ બંનેને સૃષ્ટિક્રમ એક સરખે મળતું નથી. જુઓઃ મનુસ્મૃતિ–સ્રાષ્ટક્રમ.
પુરૂષસુકત-સૃષ્ટિક્રમ. ૧ સ્વયંભૂ.
૧ આદિપુરૂષ-બ્રહ્મ. ૨ અંડ.
૨ વિરાટ-બ્રહ્માંડ. ૩ બ્રહ્મા.
૩ વિરાપુરૂષ.
૪ દેવદારા. ૫ મનુ સાત.
પ પ્રજાપતિ. ૬ મરીચિ આદિ દશ પ્રજાપતિ.
પુરૂષસૂકતને વિરા, આદિ પુરૂષ અને બ્રહ્માંડને વેગ થતાં ઉત્પન્ન થાય છે; જ્યારે મનુસ્મૃતિને વિરાટું બ્રહ્માના શરીરના નરરૂપ અને નારીરૂપ બે વિભાગને વેગ થતાં મિથુની સૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. આ બે વિરાટ એક કે જુદા જુદા ? આવડા મોટા તફાવતનું શું કારણ? શું મનુસ્મૃતિની સાખ વેદમૂલક નથી? છે તે પુરૂષસૂક્ત સાથે સમન્વય કેમ થતું નથી ? પુરૂષસૂક્તના સૃષ્ટિક્રમમાં ત્રણ વેદ યજ્ઞદ્વારા દેવોથી ઉત્પન્ન થવાનું કહ્યું છે, જ્યારે મનુના સ્રાષ્ટક્રમમાં અગ્નિ, વાયુ અને સૂર્યમાંથી બ્રહ્મ ત્રણ વેદ દૂધની માફક દેહ્યા એમ કહ્યું છે. આનું કારણ શું?
શ્રુતિ-શ્રુતિમાં ભેદ. વેદ અને મનુસ્મૃતિમાં કદાચ ભેદ પડે તો તેમાં કાલાન્તરને પણ દોષ છે. પણ શ્રુતિ-મૃતિમાં ભિન્નતા જણાય તેનું શું કરવું? પુરૂષસૂક્તમાં સૃષ્ટિમાં અનેક હિસ્સેદાર બનાવી અનેક વાદીઓને પિતામાં અંતર્ભાવ કરવાને કેશીશ કરી છે. પણ ૧૨૧ મા નંબરના હિરણ્યગર્ભસૂક્તમાં પ્રજાપતિ સિવાય બાકીના સૃષ્ટિકર્તાની ઉપેક્ષા કરી દીધી છે. જુઓ :