________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
૭૫ એક છે. તેને આંહિ પ્રજાપતિના મુખમાંથી ઉત્પન્ન થવાનું કહ્યું છે તે વિરોધ નથી? નાભિમાંથી અંતરિક્ષ ઉત્પન્ન થયું તે નાભિ અંતરિક્ષ કરતાં હેટી હશે? મસ્તકમાંથી સ્વર્ગલોક તે મસ્તક કેટલું
ન્હોતું હશે ? પગમાંથી ભૂમિ ઉત્પન્ન થઈ તે પગ કેટલા હેટા હશે ? કાનમાંથી દિશાઓ પેદા થઈ તે કાન કેટલા હેટા હશે ? કાન તે બે હોય છે. અહિ છત્રચિત એ એકવચન છે, તે કયા એક કાનમાંથી દિશાઓ ઉત્પન્ન થઈ ? નાથત ને બદલે સરપચન ' ક્રિયાપદ છે તે ઉત્પત્તિને બદલે આ બધી કલ્પના તે નથી ને ? બ્રહ્મવાદીને મતે જગત માત્ર કલ્પિત છે. વસ્તુગતે કંઈ છે નહિ તો “સનાત, અનાચત’ એમ કહેવાનું શું પ્રયોજન ?
પંદરમી ઋચામાં ૨૧ સમિધમાં ઋતુ પાંચ ગણાવી છે તે બાર ભાસની ઋતુ છ થવી જોઈ એ તેની પાંચ કેમ દર્શાવી ?
સોળમી ઋચામાં યજ્ઞનાં બે ફલ દર્શાવ્યાં છે, એક સૃષ્ટિરચના મુખ્ય ફલ, બીજી પ્રજાપતિ પદપ્રાપ્તિ.
આથી ફલિત થાય છે કે સૃષ્ટિચનાનું કુલ મુક્તિ નથી. જેવી કરણું તેવી ભરણું, તેવી પાર ઉતરણ. સંસારરચનાનું ફલ સંસારપ્રવૃત્તિ જ હોઈ શકે, સંસારથી નિવૃત્તિરૂપ મુક્તિ નહિ.
ઉપસંહાર. ઉપરને સાત વાદીઓમાંથી બે વાદીએ આ સૃષ્ટિક્રમમાં આવી જાય છે, તે (૧) દેવઉત્ત, (૨) બંભઉત્ત. વિરાટું અને પ્રજાપતિ એ બે નવા સૃષ્ટિકર્તા પુરૂષ સૂકતમાંથી મળે છે. મનુસ્મૃતિના સૃષ્ટિક્રમમાં સ્વયંભૂ, અંડ અને બ્રહ્મા એ ત્રણ સૃષ્ટિકર્તા સાતવાદીઓ પૈકીના છે. વિરા, મનુ અને પ્રજાપતિ એ ત્રણ નવા છે. વિરા અને પ્રજાપતિ પુરૂષસૂક્ત સાધારણ છે, એક મનુ નવો છે. સાતમાંથી પાંચ મનુસ્મૃતિ અને પુરૂષસૂક્તમાં આવી જાય છે. ઈશ્વર અને પ્રકૃતિ એ બે આથી બહાર રહે છે. વિરા, મનુ અને પ્રજાપતિ એ ત્રણને સાતમાં મેળવતાં દશ સૃષ્ટિકર્તા ઉપસ્થિત થાય છે.