________________
૭૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
શો અધિકાર ? શું એમ કરવામાં વિરાટુ પુરૂષને અપકાર થતું નથી ? મનુષ્યના જીવો અને શરીરે એકવાર વિરાર્થી બની ચુક્યાં તેને ફરી પ્રજાપતિના મુખમાંથી અને પગમાંથી ઉત્પન્ન કરવાનું કારણ શું? આ તે સૃષ્ટિના આરંભની વાત ચાલે છે તેમાં પુનર્જન્મને પ્રસંગ ક્યાંથી પ્રાપ્ત થઈ ગયો? ખરી રીતે તે પરમાત્માએ સમાન દષ્ટિથી અને ન્યાયદષ્ટિથી જે મનુષ્યવર્ગને એકરૂપે બનાવ્યા તેમને પ્રજાપતિ ઉંચા નીચા બનાવી કઈ વર્ગને ઉતારી પાડે એ પ્રજાપતિ વિરાપુરૂષની સમાન દષ્ટિની હામે ન બળ નહિ તે બીજું શું કહી શકાય?
તેરમી અને ચૌદમી ચામાં પ્રજાપતિના મનમાંથી ચન્દ્રમા, આંખમાંથી સૂર્ય, મુખમાંથી ઈન્દ્ર અને અગ્નિ, પ્રાણમાંથી વાયુ, નાભિમાંથી આકાશ, મસ્તકમાંથી ફુલોક-સ્વર્ગ, પગમાંથી ભૂમિ, કાનમાંથી દિશાઓ ઉત્પન્ન થવાનું કહ્યું છે.
સૂર્યને ઉત્પન્ન થવાના બે ત્રણ પ્રકાર આગળ બતાવી ચુક્યા છીએ. અદિતિને આઠમો પુત્ર સૂર્ય, દેવતાને તીવ્ર રેતકણ સૂર્ય અને મૃત અંડમાંથી ઉત્પન્ન થયેલ સૂર્ય, એ ત્રણ અને આ એ પ્રકાર પ્રજાપતિની આંખમાંથી ઉત્પન્ન થતો સૂર્ય શું આ ચાર સૂર્ય જુદા જુદા છે કે એક જ ?
શું સુર્ય પ્રથમ ન્હાને હશે અને પછી ક્રમથી વધતાં વધતાં મહેટો થયો હશે કે પ્રથમથી જ આવડે હશે? વધતે તો દેખાતો નથી તો પ્રથમથી જ આટલો હેટ હશે તે તે આંખમાંથી શી રીતે ઉત્પન્ન થયો હશે? શું પ્રજાપતિની આંખ સૂર્ય કરતાં પણ મોટી હશે ! આંખ તે ડાબી જમણુ બે હેવી જોઈએ તેમાંથી કઈ આંખમાંથી સૂર્ય ઉત્પન્ન થયો હશે ? એક આંખમાંથી સૂર્ય તે બીજી આંખમાંથી ચંદ્રમાં ઉત્પન્ન ન થઈ શકત? તેનું ઉત્પત્તિસ્થાન મન બનાવવાનું શું પ્રયોજન ? અદિતિના આઠ પુત્રોમાં ઈદ પણ