________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
૭૩ મનથી પણ કોઈને ગાળ દઈએ, શ્રાપ આપીએ કે દ્વેષ કરીએ તેથી સામા માણસને શું ખોટું લાગતું નથી ? સંકલ્પહિંસાથી શું પાપ લાગતું નથી ? કલ્પનામય યજ્ઞમાંથી ઘી, પશુ, ઘેડા, ગાય, બકરી, ઘેટાં વગેરે કલ્પનામય ઉત્પન્ન થયાં કે ખરાં ઘી, દૂધ આપે કે ચડવા કામ આવે તેવાં ઉત્પન્ન થયાં? કાલ્પનિક યજ્ઞમાંથી કાલ્પનિક પશુ આદિ ઉત્પન્ન થાય એમાં તે નવાઈ નથી પણ ખરાં ઉત્પન્ન થાય એ નવાઈની વાત ગણાય. તેમની સંકલ્પશક્તિ એવી હતી કે તે ચાહે તે ઉત્પન્ન કરી શકે, તે સંકલ્પશક્તિથી જ ઉત્તરસૃષ્ટિ કરવી હતી કે નવાં દ્રવ્યો બનાવી લેવાં હતાં. પિતાને હોમવાના કલંકથી મુક્ત પુરૂષમેધ યજ્ઞની શું જરૂર હતી ? આવાં વર્ણનથી નરમેધ, અજામેધ, અશ્વમેધ, વગેરે હિંસાપ્રધાન યજ્ઞોને ઉત્તેજન મળતાં પાપમય પ્રવૃત્તિની પરંપરા ચાલી હાય એમ કહી ન શકાય ?
બારમી ઋચામાં દેવને અધિકાર ખાસ પ્રજાપતિને સોંપાય છે. એટલે પ્રજાપતિના મુખમાંથી મુખ તરીકે બ્રાહ્મણ, ભુજામાંથી યા ભુજા તરીકે ક્ષત્રિય, ઉરૂમાંથી યા ઉરૂ તરીકે વૈશ્ય અને પગમાંથી ચા પગ તરીકે શુદ્ર ઉત્પન્ન થયાનું બતાવ્યું છે. આ અધિકાર બદલવાનું શું કારણ છે તે કાંઈ જણાયું નથી. દરેક વર્ણનાં સ્ત્રી અને પુરૂષ બંને ઉત્પન્ન થયાં કે એક એક તે પણ કંઈ જણાવ્યું નથી. જે બંને એક સ્થાનથી ઉત્પન્ન થયાં. હોય તો તે શું ભાઈ
હેન તરીકે ન ગણાય ? ખરી રીતે તો એવી રીતે ઉત્પન્ન થવું કુદરતથી વિરુદ્ધ છે. પ્રજાપતિને સૃષ્ટિનિયમ વિરૂદ્ધ આમ કરવાનું શું કારણ? શોએ પ્રજાપતિને શું અપકાર કર્યો કે તેને નીચ બનાવ્યા અને બ્રાહ્મણોએ શું ઉપકાર કરી દીધો કે તેને ઉચ્ચ બનાવ્યા? છો જ્યારે પરમાત્માના અંશરૂપે પ્રગટ થયા ત્યારે તે બધા એકસરખા ઉત્પન્ન થયા હશે; અંશીના ગુણજ અંશમાં આવે છે તે ઉચ્ચતા નીચતા વચમાં ક્યાંથી ઘુસી ગઈ? જીવ અને શરીર તે વિરાર્તા બનાવેલ છે તેમાં ભેદભાવ ઉત્પન્ન કરવાને પ્રજાપતિને