________________
૭૨
સૃષ્ટિવાદ અને ઈશ્વર
તેનું કામ ઉપાડી લે છે. સાયણ અને મહીધર કહે છે કે ઉત્તર સૂાષ્ટ માટે દ્રવ્યાંતરની જરૂર હોવાથી દેવોને યજ્ઞ આરંભ કરવો પડે છે. યજ્ઞમાં હવિ આપવી જોઈએ. હવિ માટે કઈ ઉત્તમ વસ્તુ જોઈએ. તેવી વસ્તુ ન મળવાથી પુરૂષને હવિ તરીકે ઉપયોગ કરવાનો દેવો સંકલ્પ કરે છે. ભાષ્યકારના કહેવા પ્રમાણે આ યજ્ઞ માનસ યજ્ઞ કરે છે. માનસ યજ્ઞ એટલે મનની કલ્પનાથી યજ્ઞારંભ થાય છે. આ પુરૂષમેધ યજ્ઞમાં દેવો વિરાપુરૂષને બલિ આપવા યજ્ઞસ્તંભમાં બાંધે છે, અર્થાત્ બાંધવાનો સંકલ્પ કરે છે. વસંતઋતુની ઘી તરીકે, ગ્રષ્મઋતુને ઈધણ તરીકે અને શરઋતુને હવિ તરીકે કલ્પના કરે છે. ગાયત્રી આદિ સાત છંદને પરિધિ-વેદિકા અને બાર માસ, પાંચ ઋતુ, ત્રણ લોક અને સૂર્ય એ એકવીશ વસ્તુને સમિધુ રૂપે કલ્પે છે. સાધ્ય દેવ અને ઋષિઓ મળી આ યજ્ઞ કરે છે. આ સર્વસુલ યજ્ઞમાંથી દેવો જંગલ અને ગામનાં પશુઓ તથા કાગ, યજુ અને સામ એ ત્રણ વેદ તથા યજ્ઞના પશુઓ ઘોડા, ગાય, બકરી, ઘેટાં વગેરે ઉત્પન્ન કરે છે. સૃષ્ટિને ત્રીજો ટુકડો આ દેવસૃષ્ટિ થઈ
આંહિ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વિરા, પુરૂષને રિટાયર કેમ થવું પડયું? થાકી જવાથી કે શક્તિ ખુટી જવાથી ? વચમાં પડતું મુકવું એના કરતાં આરંભ ન કરવો એ વધારે ઠીક નથી ?
अनारम्भो मनुष्याणां प्रथमं बुद्धिलक्षणम् । आरब्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ॥
ઠીક છે, બાપનું કામ દીકરા કરે એમાં નવાઈ નથી. વિરા પુરૂષે ઉત્તર સૃષ્ટિનું કામ દેવોને સોંપ્યું તે દેવોને તેટલી શક્તિ માં ન આપી ? કે યજ્ઞ કરીને તેમને શક્તિ ઉપાર્જિત કરવી પડે ? દેવોને બલિ આપવા માટે બીજી કોઈ વસ્તુ ન મળી તે પિતાના પૂજ્ય પિતા પરમાત્માને બલિ બનાવવો પડ્યો? સ્તંભ અને દેરડાં ન હોવાથી બાહ્ય બંધનથી ભલે ન બાંધ્યા પણ બાંધવાનો સંકલ્પ તે કર્યો?