________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
૭૧
પહેલાં બનાવ્યું અને તેની રચના ભૂમિ બનાવ્યા પછી કરી ? શું ઉર્ધ્વક પ્રથમ બનાવ્યો અને ભૂલોક પછી બનાવ્યો ? ઉર્ધ્વલોકમાં પરમાત્માને ત્રણગણે પ્રકાશ અને ભૂમિલકમાં ચતુર્થેશ પ્રકાશ, આ જૂનાધિકતાનું કારણ શું? પરમાત્માના ત્રણ હિસ્સા નિર્લિપ્ત રહે છે અને એક હિસ્સામાં સૃષ્ટિ પ્રલય રૂ૫ જગઠિકાર થાય છે તે શા કારણથી ? નિરવયવ એક વસ્તુના હિસ્સા કેમ થયા? આદિ. પુરૂષમાંથી વિરાટુ પુરૂષ નહાન અને વિરાટુ પુરુષમાંથી જીવ ન્હાના થયા તે મોટામાંથી ન્હાના થવામાં મહિમા વધ્યો કે ઘટયો ? જીવમાંથી શિવ થવું એ તો મહિમા વધ્યાનું લક્ષણ છે પણ શિવમાંથી જીવ થવું તે તો મહિમા ઘટયાનું લક્ષણ પ્રસિદ્ધ છે, તે આવી રીતે પરમાત્માને મહિમા ઘટાડવો શું વ્યાજબી છે? મહિમા ઘટે તેવી લીલા વાસનાવાળા પુરૂષને હાય, નિર્વાસનાવાળા પરમાત્માને વળી લીલા શી? આનંદઘનજીએ ખરુંજ કહ્યું છે કે
દેવરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ” એક તરફ કહેવું કે પુરુષ વેદ-આ જગત પુરૂષરૂપજ છે. બીજી તરફ કહેવું કે “ર ગાતત્વરિત -વિરાટ પુરૂષ દેવતિર્થંક મનુષ્યાદિ છવરૂપે અલગ થય. આ બંને વસ્તુને પરસ્પર વિરોધ આવતું નથી ? પ્રથમ જીવ બનાવ્યા પછી ભૂમિ બનાવી અને પછી જીનાં શરીર બનાવ્યાં તે શરીર ન બન્યાં ત્યાં સુધી જીવોને કયાં રાખ્યા ? શરીર બન્યાં ન હતાં ત્યાંસુધી પરમાત્માને ‘સર ’ ઇત્યાદિ વિશેષણે લગાડવાં તે ઘટી શકે ખરાં કે ? આવા અનેક પ્રશ્નો અનેક મતભેદે પાંચ ઋચાની સમાલોચનામાં ઉપસ્થિત થાય છે માટે આ પ્રક્રિયા ખાસ વિચારણીય છે. ચાલે હવે પાછળની ઋચાને વિચાર કરીએ.
છઠીથી દશમી સુધીની પાંચ ચાઓ દેવસૃષ્ટિનું પ્રતિપાદન કરે છે. વિરા અધિકાર દેવને મળે છે. વિરાટુ રિટાયર થાય છે, દેવો