________________
૫. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજને એક યાદગાર-યશસ્વી ચાતુર્માસનાં સંસ્મરણે
ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર !
જે ગુરુ વાણી વેગળા તે રડવડયા ભવ સંસાર
આત્માને ધર્મ સન્મુખ બનાવી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરાવવા માટે ગુરૂ મહારાજની ખૂબ આવશ્યકતા પડે છે. ગુરૂ વિના તે ઘેર અંધકાર છવાઈ જાય. દેવ-ગુરુ-ધમ આ તત્વત્રયીમાં ગુરુત બન્નેની વચ્ચે છે. સંસારી જીવને દેવ–અને ધમ એમ બને તત્વની એળખ કરાવે છે.
- ભારતના નકશામાં સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ અને લઘુ કાશી તરીકે પ્રસિધ્ધિ પામેલ જામનગર શહેર એક સંસ્કાર નગરી છે. ઈતિહાસનાં પાને “મંદિર કા નગર” એવી પણ પ્રસિદ્ધ છે. શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ એક વિશાળ જ્ઞાતિ છે. આ જન સંધનું ભવ્ય શેઠજી દેરાસર તથા સુંદર ઉપાશ્રય- ઉમંરથાન શ્રી મોહનવિજ્યજી જા પાઠશાળાના નામે પ્રસિદ્ધ છે. શહેરની મધ્યમાં ચાર ચોકની વચ્ચે રમણીય અને સુંદર ધર્મસ્થાન છે.