________________ યાત્રા 3 જી. (71) તેળી પછી તેને શસ્ત્ર વિના મારી નાંખ્યું. પછી તળતાં તેના વજનમાં કાંઈ પણ વધઘટ થઈ નહીં. જે જીવ જુદે હેત તે તેના વજનમાં ઘટાડો થાત. પણ તેવું કાંઈ બન્યું નહીં. તે ઉપરથી જીવ જુદો હોય, તે સંભવતું નથી.” કેશી ગણધરે જણાવ્યું, “ચામડાંની ધમણ ખાલી હોય ત્યારે અથવા તેમાં પવન ભર્યો હોય ત્યારે પણ તેના વજનમાં કોઈ પણ ઘટાડો કે વધારે થતું નથી. તેવી રીતે જીવની સ્થિતિ એવી છે કે, તેનાથી વજન વધી જતું નથી. તે અરૂપી હોવાથી કઈ જાતની વધઘટ જણાતી નથી.” પરદેશી રાજાએ કહ્યું, મહારાજ! મેં કઈ એક પુરૂષના શરીરમાં બધે તપાસ કરી તોપણ જીવ જણાય નહીં. પછી તેના શરીરના નાના નાના કડકા કરીને જોયું, તે પણ તે દેખાયું નહીં. તે ઉપરથી જીવ જુદે હોય તેમ લાગતું નથી. કેશી મહારાજે કહ્યું, “કોઈ પુરૂષ વનમાં ગયા ત્યાં તેમને રસોઈ કરવા માટે અગ્નિની જરૂર પડી. કાષ્ટ્રમાં અગ્નિની શોધ કરવા માંડી. દરેક કાષ્ટના કડકા કર્યા અને જોયું તે પણ અગ્નિ જેવામાં આવ્યું નહીં. પછી તેઓ વિલખા થઈને બેઠા. તેવામાં કંઈ એક બુદ્ધિમાન પુરૂષે કહ્યું કે, હું સ્નાન કરી દેવની પૂજા કરી અગ્નિને પ્રગટ કરું છું. પછી તેણે વનમાં જઈ અરણિનું કાષ્ટ લીધું અને તેના બે ખંડનું ઘર્ષણ કરી અગ્નિ ઉત્પન્ન કર્યો, પછી તેઓ તે અગ્નિવડે રસોઈ કરીને જમ્યા હતા. તેવી રીતે શરીરના કડકા કરવાથી જીવ જણાતું નથી. જેમ પહેલા પુરૂષે બુદ્ધિથી અગ્નિ ઉત્પન્ન કર્યો, તેમ જ્ઞાનવાનું પુરૂષને તેના જ્ઞાનના બળથી જીવ જણાય છે. કાંઈ શરીરના કડક કરવાથી જણાતું નથી. ભદ્ર શોધકચંદ્ર, મહાત્મા કેશી ગણધરે આ પ્રમાણે દષ્ટાંત આપ્યા તે પણ પરદેશી રાજાના મનમાંથી તે સંશય દૂર થયો નહીં. પછી તેણે પ્રશ્ન કર્યો કે, “મહારાજા ! તમેએ ઘણું દષ્ટાંતે બતાવ્યાં પણ મને તે એગ્ય લાગતું નથી. જે મને હાથમાં ઝાલીને જીવ બતાવે તેજ હું માનું” ત્યારે કેશી ગણધરે તેને પ્રશ્ન કર્યો આ વૃક્ષના પાંદડાં શાથી હાલે છે તેને કોણ હલાવે છે ? "