________________ (72) આત્મન્નિતિ, પરદેશી રાજાએ કહ્યું, “તે પવનથી હાલે છે.” કેશી મહારાજાએ કહ્યું, “તે પવનને તું દેખે છે?” રાજાએ કહ્યું, “ના, તે પવન મારા દેખવામાં આવતું નથી.” ગુરૂએ કહ્યું, “રાજા, જેમ તું પવનને દેખતે નથી અને તેનાથી ચાલતા પાંદડાને દેખે છે. તથાપિ “પવન છે,” એમ હું માને છે. તેવી રીતે જીવ દેખાતું નથી, પણ લક્ષણથી તે જણાય છે. જે કેવળી-સર્વજ્ઞ છે, તેઓ તેને દેખી શકે છે. બીજા કેઈ દેખી શકતા નથી. જ્યારે કેશી ગણધરે આ યુક્તિપૂર્વક દૃષ્ટાંત આપ્યું, ત્યારે પરદેશી રાજાનું મન નિઃશંક થઈ ગયું. તત્કાળ તેણે નાસ્તિક મતને છે દિધે અને જીવ–અજવ વગેરે નવ તત્વ ઉપર તેની સંપૂર્ણ શ્રદ્ધા થઈ આવી. ભદ્ર શેધકચંદ્ર, આવી રીતે નાસ્તિકવાદનું શાસ્ત્રમાં નિરાકરણ કરેલું છે, જે આ વિષે વિશેષ વિવેચન કરવા બેસીએ તે ઘણો સમય લાગી જાય. મહાત્માના મુખથી પરદેશી રાજા અને કેશી ગણધરને વૃત્તાંત સાંભળી શકચંદ્ર અને સત્યચંદ્ર ઘણા જ પ્રસન્ન થઈ ગયા. પછી મહાત્માની આજ્ઞાથી શોધકચંદ્ર પ્રશ્ન પુછવાને આરંભ કર્યો ભગવદ્ ! આ સંસારમાં આત્મા (જીવ) ક્યારથી હશે? મહાત્માએ કહ્યું, “ભદ્ર ! આ સંસારમાં અનાદિકાળથી આત્મા છે. જેને આદિ હોય તે પદાર્થ ઉત્પત્તિમાન હોય છે અને જે ઉત્પત્તિમાન હોય તે કાર્યરૂપ કહેવાય છે. અને જે પદાર્થ કાર્યરૂપ હોય તે સમવાય, નિમિત્ત આદિ કારણોની સામગ્રી દ્વારા ઉત્પન્ન થાય છે અને તેથી તે કાર્યરૂપ પદાર્થ અનિત્ય કહેવાય છે. અને જે પદાર્થ અનિત્ય હોય તે અવશ્ય વિનાશ પામે છે. જે આત્મા છે, તેને કેઈએ ઉત્પન્ન કર્યો નથી, તેથી તે અનાદિ કહેવાય છે. જે પદાર્થને આદિ નથી, તેને અંત પણ નથી, તે પ્રમાણે આત્મા અનાદિ અને અનંત છે. વળી જે વસ્તુને કઈ બનાવનાર નથી તે વસ્તુ નિત્ય કહેવાય છે. તેવી રીતે આત્માને કઈ બનાવનાર નથી, એટલે તે નિત્ય કહેવાય છે. જે વસ્તુ નિત્ય હોય છે, તે ત્રણે કાળમાં નાશ પામતી નથી. આત્મા નિત્ય હેવાથી ત્રણે કાળમાં નાશ પામતું નથી. વળી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે કારણપૂર્વક હોય છે. જેમ મૃત્તિકાને ઘટ છે, તે મૃત્તિકા,