________________ યાત્રા 3 જી, (73) દંડ, ચક અને કુંભાર આદિ કારણપૂર્વક છે અને જે વસ્તુને કોઈ ઉત્પન્ન કર્તા નથી તે કારણ વિના સ્વયંસિદ્ધ હોય છે, જેમ કે આકાશ. તેવી રીતે કારણ વગરને આત્મા કેઈનાથી બનેલ નથી. શેધકચંદ્ર પ્રસન્ન થઈને પ્રશ્ન કર્યો, ભગવન્! જ્યારે તે આત્માજીવ અનાદિ છે, તે તે જીવ જગતમાં કેટલા હશે? મહાત્માએ કહ્યું, “ભદ્ર! જગતમાં અનંત જીવે છે, પણ તેમના મુખ્ય બે ભેદ છે. 1 કર્મરહિત અને 2 કર્મસહિત. જે કમરહિત જીવ તે સિદ્ધ કહેવાય છે. તે મેક્ષના જીવ છે. તે પરમાત્મા, પરમેશ્વર, બ્રહ્મ ઈત્યાદિ અનંત નામથી ઓળખાય છે અને જે કર્મસહિત જીવ છે, તે સંસારી જીવ છે. સંત એટલે સંચરવું, એક ગતિમાંથી બીજી ગતિમાં જવું, અથવા જન્મ મરણ પામવું, તે સંસારી કહેવાય છે. તે સંસારી ઓની ભિન્ન ભિન્ન નિઓ-જાતિઓ છે. તે ચોરાશી લાખ કહેવાય છે. જે જીવ પૃથ્વી, પાણી, (અમ્) અગ્નિ (તેજસ) વાયુ અને વનસ્પતિરૂપ કાયા (શરીર) માં વર્તે છે, તે એકેદ્રિય કહેવાય છે, કારણકે, તે માત્ર સ્પર્શનેંદ્રિયને વિષય ગ્રહી શકે છે. પૃથ્વી (મૃત્તિકા) પાણી અને વાયુ વગેરેમાં ચિતન્ય છે, એવું જ્ઞાન સાયન્સ (Science) વિદ્યાથી સિદ્ધ થયું છે. કૃમિ, કીડા, વગેરેને તે સ્પર્શન અને રસના (જિહા) હોય છે, તેથી તે દ્વીંદ્રિય જાતિના જીવ કહેવાય છે. જેમને ઉપર કહેલ બે ઇંદ્રિય ઉપરાંત ત્રીજી ઘાણઇદ્રિય (નાક) હેય છે, તે કીડી પ્રમુખ જી ત્રિક્રિય જાતિના કહેવાય છે. ઉપર કહેલ ત્રણ ઇંદ્રિય ઉપરાંત ચેથી ચક્ષુ ઇંદ્રિય જેમને વધારે છે, તે ભ્રમરાદિ પ્રાણીઓ ચતુરિંદ્રિય કહેવાય છે. જેમને ઉપલી ચાર અને પાંચમી શ્રવણ (કાન) ઇંદ્રિય હોય તે પચેંદ્રિય જાતિના જીવ છે. દેવ, મનુષ્ય, નારકી અને પશુ, પક્ષી, મત્સ્ય, પ્રમુખ સર્વ તિર્યચે પચંદ્રિય જીવ કહેવાય છે. જે જે વનસ્પતિરૂપે છે, તેમના બે પ્રકાર છે. 1 પ્રત્યેક વનસ્પતિકાય અને 2. અનંતકાય અથવા સાધારણ વનસ્પતિકાય. ફલ, છાલ, કાષ્ટ, મૂલ, પત્ર અને બીજરૂપી જે વનસ્પતિના એક એક શરીરમાં એક એક જીવ હોય છે, તે પ્રત્યેક વનસ્પતિ