________________ આત્મોન્નતિ, કહેવાય છે. જેમના શિર, સાંધા, અને ગાંઠા ગુણ હોય છે, અથવા જેમના ભાગ પડી શકે અથવા જે તંતુરહિત હોય છે, તેમજ જે છેદાયાં છતાં ઉગે છે, એવા કાંદા, અંકુરા, આદુ, હળદર, ગાજર, ગળે, કુંવાર અને પાટુ ઈત્યાદિ જે વનસ્પતિની એક એક કાયામાં અનંત જીવે હેાય છે, તે અનંતકાય અથવા સાધારણ વનસ્પતિ કહેવાય છે, તેમની નિગદ એવી પણ સંજ્ઞા છે. પૃથ્વીકાય, અપકાય, તેજ કાય, વાયુકાય અને નિગેદ (સાધારણ વિનસ્પતિકાય) એ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. તેમાં જે સૂક્ષ્મ છે તે સર્વ કાકાશમાં વ્યાપી રહેલા છે, છતાં તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી, પણ બાદર, પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુકાયના અસંખ્ય શરીરનું જે ભેગું પિંડ બને છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે, તેમજ પ્રત્યેક વનસ્પતિના એક, બે આદિ સંખ્યાત અથવા અસંખ્યાત શરીરનું પિંડ પણ દષ્ટિગોચર થાય છે. જે કેવળી ભગવાન છે, તે સર્વ ને જોઈ શકે છે. ભદ્ર! વળી આ જગમાં જડ અને ચેતન એવા બેજ પદાર્થ છે. જેમાં ચેતના શક્તિ છે, તે જીવ, આત્મા વગેરે જુદી જુદી ભાષામાં જુદા જુદા નામથી ઓળખાય છે. અને જેમાં ચિતન્ય અથવા જીવ નથી તે જડ કહેવાય છે. આ બે પદાર્થ શિવાય ત્રીજે પદાર્થ છેજ નહીં. વળી જે જડ છે, તે જીવેના શરીર છે. જેમાં ગ્રહીને છોડેલા જીવરહિત શરીર જડ કહેવાય છે. આ જગતમાં જેટલા જડ-પુદ્ગ છે, તે દશ્ય અને અદશ્યરૂપે રહેલા છે. જે અનંત છે. આમળાના ફળ જેટલી માટીમાં, પાણીના એક સમયના અગ્રભાગ ઉપર રહે તેટલા ટીપામાં, અગ્નિના તણખામાં અસંખ્યાતા અને કંદમૂળના એક રાઈ જેવડા કડકામાં અનંતા રહેલા છે. કંદમૂળમાં વિશેષ જીવ હેવાથી જૈન શાસ્ત્રકારોએ તેના ભક્ષણને નિષેધ કરેલ છે. આ સિવાય આખું આકાશ સૂમ નિગદ થી ભરપૂર છે. તે એના કરતાં કર્મો-જડ પુગળો અનંતગણ છે. તે સર્વ કાકાશમાં વ્યાપીને રહેલા છે. વધારે શું કહેવું? એક જીવના અસંખ્યાત પ્રદેશ છે અને એક એક પ્રદેશમાં શુભાશુભ કર્મની