________________ યાત્રા 3 જી. (75) (જડની) અનંતી વર્ગણાઓ (સમૂહ) રહેલ છે, જે સર્વજ્ઞ ભગવાથી જ જોઈ શકાય છે. આ વાત કદિ કોઈના માનવામાં આવે કે ન આવે, એ વાત તેમની મરજીની છે, પરંતુ આસ્તિક પુરૂષે તે માને છે કે, સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાન ચક્ષુથી જોયું અને તે સર્વ જીવોને જાણવા માટે કહ્યું છે. જે સર્વજ્ઞ હોય તે કદિ પણ જુઠું બોલતા નથી. અને જે જુઠું બોલે તે સર્વજ્ઞ હેઈ શકે નહીં, જે સર્વજ્ઞ પુરૂ થઈ ગયા છે, તેમની ખાત્રી તેમના ચરિત્રો ઉપરથી થઈ શકે છે, તેથી તેમના ચરિત્રો સાંભળવાં જોઈએ. વળી હાલની પશ્ચિમ વિદ્યાની શોધથી એ વાતને નિર્ણય થઈ શકે છે કે આકાશ બધું જગતના સર્વ પદાર્થોના પરમાણુઓથી ભરેલું છે. પણ આપણું ચર્મચક્ષુથી તે જોઈ શકાતું નથી, એ વાત રસાયણ વેત્તાઓએ સિદ્ધ કરેલી છે, માટે તે ઉપરથી સર્વ જે કહેલું છે તે અવશ્યમેવ સત્ય ઠરે છે. જેમ ઘુવડ પક્ષી સૂર્યને દેખી શકતું નથી, પણ જેઓ સૂર્યને દેખી શકે છે, તેઓ “સૂર્ય છેજ નહીં” એમ કહેનારા ઘુવડ પક્ષીના વચનને કદાપિ માન્ય કરતાં નથી. ઘુવડ સૂર્યને માને નહીં, તેને કઈ ઈલાજ નથી, કારણ કે, ઘુવડમાં સૂર્યને જોવાની શક્તિ નથી, તે તેને તે શી રીતે દેખાડી શકે? એવી રીતે આપણાં ચર્મચક્ષુથી સૂક્ષમ જો ન દેખાય, તેની ખાત્રી જ્ઞાનીના કહેલા વચને ઉપર વિશ્વાસ રાખવાથી જ થાય છે. ભદ્ર શેધચંદ્ર! હવે આત્માના સ્વરૂપ વિષે સંક્ષેપમાં કહું તે ધ્યાન આપી સાંભળજે. આત્મા, નિત્ય, વિભુ, ચેતનવાનું અને અરૂપી છે. તે નિત્ય દ્રવ્ય તરીકે છે. પણ પર્યાયની અપેક્ષાએ દેવ, મનુષ્ય, નારકી અથવા તિર્યંચ ગતિમાં પરિણામ પામ્યા કરે છે. બદલાયા કરેછે, તેથી પર્યાયરૂપે અનિત્ય પણ છે. તે આત્મા વિભુ એટલે સર્વત્ર વ્યાપવાની સત્તાઓ સહિત છે, પણ સામાન્યતઃ સ્વશરીરમાંજ વ્યાપી રહે છે. ચેતના એટલે સામાન્ય વિશેષ ઉપગ અથવા જ્ઞાન, તે આવરણ એટલે ગુણને આચ્છાદન કરનારા કર્મો તેના ક્ષયાદિના પ્રમાણમાં હોય છે. તે ગુણ અરૂપી એટલે રૂપ અથવા આકાર-આકતિ કે મૂર્તિથી રહિત છે. - કર્મો જડ રૂપી અને પુદ્ગળ છે. જડ એટલે ચેતના રહિત અને