________________ (76) આત્મન્નિતિ. - રૂપી એટલે રૂપ સહિત છે, પણ અતિ સૂક્ષ્મતાને લીધે તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. પુગળ એટલે પુરાવું ને ગળવું અર્થાત્ વિખરાઈ જવું અને ભેગું મળવું, (જેને પુરન, ગલન સ્વભાવ છે) તેથી જૈન ભાષામાં તેનું પુદગળ નામ આપેલું છે, તે ઉપરથી સર્વ કર્મો જડ પદાર્થો–પુગળ કહેવાય છે. તેમજ રસાયણશાસ્ત્રમાં પણ પદાર્થોમાં ઉપરના ગુણે કહેલા છે. તે રસાયણ પ્રીતિ અને પ્રતિસારણ શક્તિથી ઓળખાય છે. રસાયણ પ્રીતિથી ભેગું મળી જવું થાય છે અને પ્રતિસારણ શક્તિથી વિખરાઈ જવું થાય છે. મહાત્માનાં આ વચને સાંભળી શેધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ ગયા. પછી ધકચ પિતાની જિજ્ઞાસા તપ્ત કરવા પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આપની વાણુએ મારા હૃદયના કેટલાએક સંશય દૂર કર્યા છે, તથાપિ વિશેષ જાણવા માટે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય છે. આપે આત્માની અનંત શક્તિ કહી. પણ તે શક્તિ કેમ દેખાતી નથી?” મહાત્માએ પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર! અનંતશક્તિ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય આદિ જેટલી શક્તિ પરમાત્મામાં છે, તેટલી શક્તિ સર્વ આત્મામાં છે, પણ તે કર્મોથી ઢંકાઈ ગઈ છે. જેમ સૂર્યમાં સર્વત્ર પ્રકાશ કરવાની શક્તિ છે, પણ વાદળાં આવવાથી તે ઢંકાઈ જાય છે, તે વાદળાના આવરણથી સૂર્ય દેખાતે નથી, પરંતુ તેને પ્રકાશ માલમ પડે છે. એટલે રાત્રિના જેટલું અંધકાર થતું નથી, તેમ કર્મોથી ઢંકાએલા આત્માની સહેજ શક્તિ અને જ્ઞાન માલમ પડે છે. જેમ જેમ વાદળાં ઓછા વધતા પ્રમાણમાં માલમ પડે છે તેમ તેમ ઓછા વધતા પ્રમાણમાં કર્મો હોય, તે પ્રમાણે જીવની ઓછી વધતી શક્તિ માલમ પડે છે. જ્યારે વાદળાં તદન જતાં રહે છે, ત્યારે સૂર્ય નિર્મલ-તેજસ્વી દેખાય છે, તેમ જ્યારે આત્માને ઢાંકનારા કર્મોને સર્વથા નાશ થાય છે, ત્યારે આત્મા નિર્મલ થાય છે, એટલે તેનામાં અનંતજ્ઞાન, અનંત દર્શન અને અનંતવીર્ય પ્રગટ થાય છે, તેથી તે જગતના સર્વ પદાર્થોને જોઈ શકે છે. અને આખા ચાઇ રાજલોકના પદાર્થનું સ્વરૂપ જ્ઞાનથી જાણી શકે છે. વળી તે જડ ૫દાર્થરૂપ કર્મોને નાશ થવાથી આત્માને શરીર, જન્મ મરણ, ક્ષુધા,