________________ થાવા 3 છે. (77) તૃષા, નિદ્રા, ભય, શક, રેગ, આધિ અને ઉપાધિ કાંઈ રહેતા નથી. તે નિરંજન, નિરાકાર, તિરૂપ બની સદા આનંદમાં સર્વ લેકને અંતે આવેલ સિદ્ધશિલાની ઉપર એક એજનના ભાગ છેડી છેલ્લા - ના ભાગમાં આ લેકને અડકીને વિરાજમાન થાય છે, તે સિદ્ધના જીવે કહેવાય છે. તેઓ મુક્ત, પરમાત્મા, પરમેશ્વર, અને ભગવાન ઈત્યાદિ નામથી ઓળખાય છે. શોધકચંદ્ર મુખમુદ્રાને આનંદિત કરીને બોલ્ય-“ભગવન્! હવે પરબ્રહ્મનું સ્વરૂપ કેવું હોય? તે કૃપા કરી વર્ણવી બતાવે.” મહાત્માએ કહ્યું, “ભદ્ર! શ્રીવીતરાગ, સર્વજ્ઞ, પરેપકાર પરાયણ અને સર્વદશ આપ્ત આત્માઓએ પરબ્રહ્મનું સ્વરૂપ જે કહેલું છે તે સાવધાન થઈને સાંભળે. તે પરબ્રહ્મ નિવિકાર, નિક્રિય, નિર્માય, નિર્મોહ, નિર્મત્સર, નિરહંકાર, નિસ્પૃહ, નિરપેક્ષ, નિર્ગુણ, નિરંજન, અક્ષર, અનાવૃતિ, અનંત, અપ્રમેય, અપ્રતિક્રિય, અપુનર્ભવ, મહદય, તિર્મય, ચિન્મય, આનંદમય, પરમેષ્ટિ, વિભુ, શાશ્વત, સ્થિતિયુક્ત, રેધવિરેધરહિત, પ્રભાસહિત, અને જગસેવ્ય એવા પરબ્રહ્મ ઈશ્વર છે. જેના ધ્યાનના પ્રભાવથી ભક્તને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એવા ઈશ્વરરૂપ છે. તે પ્રભુના અનંત ગુણ છે, કે જેને કહેવાને કઈ પણ સમર્થ થઈ શકતું નથી. તે સઘળા ગુણે સર્વ જીવોની સત્તામાં રહેલા છે, પણ તે કર્મોને લઈને ઓછા વધતા પ્રમાણમાં દબાયેલા રહે છે. જેમ જેમ તે કર્મોનું આવરણ દૂર થતું જાય છે, તેમ તેમ ગુણને પ્રકાશ પડતે જાય છે. અને છેવટે જ્યારે સર્વ આવરણ દૂર થઈ જાય છે, ત્યારે આત્મા નિર્મલ થઇ પરમાત્મ રૂપ બને છે. મહાત્માના મુખથી આ પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું, એટલે તે સત્યચંદ્ર અને શોધકચંદ્ર અતિશય આનંદમય બની ગયા. ક્ષણવાર સુધી તેઓએ પરમાત્માના તે રવરૂપનું ધ્યાન કર્યું. પછી શોધકચંદ્ર મુખમુદ્રાને પ્રસન્ન કરતો બે -“ભગવન્! એવા પરમાત્મા સિદ્ધ ભગવાન્ કેટલા હશે ?" મહાત્માએ કહ્યું. “ભદ્રતે પરમાત્મા અનંત છે અનંતા છે કમેને ક્ષય કરી ક્ષે ગયા છે. તેથી અનંતા સિદ્ધ કહેવાય છે. અને હજી પણ અનંતા મેલે જશે. તે સિદ્ધ જે મેક્ષ સ્થાનમાં