________________ (78) આત્મોન્નતિ, - -- લેકાંતમાં જઈને રહે છે, ત્યાં તિમાં તિ મળી એક રૂપે થાય છે, ત્યાં તેમને માટે જુદી જુદી જગ્યાએ નથી, તેથી સિદ્ધ ભગવાન પરમા એક છે. તે ઉપર દીવાનું દષ્ટાંત છે. જેમ સો દવાઓ હેય, તે સમયે દિવાઓની બત્તી એક કોડીયામાં ભેગી કરીએ તે તે સો દીવાઓને એકજ દી થશે. એવી રીતે સિદ્ધ પણ જ્યોતિરૂપ છે. તે એકમાં અનેક સમાય છે. તેથી તે અપેક્ષાએ સિદ્ધ એક પણ છે. આ જગત્ અનાદિ છે એટલે એવા સિદ્ધ અનંતા થઈ ગયા છે અને અનંતા થશે. આ ઉત્તર સાંભળતાં જ સત્ય પ્રશ્ન કર્યો. જ્યારે અનાદિકાળ મુક્તિ માર્ગ વહેતે રહેશે અને અનંતા સિદ્ધ થયા કરશે તે પછી અંતે આ સંસાર ખાલી થઈ જશે કે નહીં? મહાત્માએ કહ્યું, “ભદ્ર! એવી શંકા લાવશે જ નહીં. એ મુક્તિ માર્ગ કળશના નાળવાની પેઠે સદાકાળ વહેતું રહેશે અને આ સંસાર પણ ભવ્ય શૂન્ય થશે નહીં, એવું ભગવાનનું વચન છે, તે અસત્ય નથી, પરંતુ અલ્પ બુદ્ધિવાળા જીવોના હૃદયમાં તે વાત બંધ બેશે નહીં એ સ્વાભાવિક છે. તે ઉપર એક લૈકિક દૃષ્ટાંત અપાય છે, તે સાંભળે. નદીઓના દ્રહમાંથી નદીને પ્રવાહ નીકળીને સદાકાળ સમુદ્ર ભણું વહે છે, તો પણ તે કહે ખાલી થતા નથી. નદીને પ્રવાહ બંધ થતું નથી. તેવી જ રીતે ભવ્ય જે સંસારમાંથી નીકળીને મુક્તિમાં જાય છે, તે પણ સંસાર ખાલી થતું નથી. ભવ્ય જે ખૂટતા નથી. અને મુક્તિ ભરાઈ જતી નથી. પ્રમાણુના વેત્તાઓ વળી એક બીજું દષ્ટાંત પણ આપે છે. જેમ કોઈ બુદ્ધિમાન પુરૂષ જન્મથી માંડી મરણ પર્યત ત્રણ લેકના સર્વ ધર્મના સર્વ શાસ્ત્રોનું પઠન કરતે અસંખ્ય આયુષ્ય નિર્વહન કરે તે પણ તેના અશાંત પાઠથી તેનું હૃદય કદિ શાસ્ત્રોના અક્ષરેથી પૂર્ણ થતું નથી. શાસ્ત્રાક્ષ ખૂટતા નથી. ખાલી થતા નથી. તેવી રીતે મુક્તિ માર્ગ અંતરાય વિના વહેતે રહેશે. તે ઉપર એક સમુદ્રનું દૃષ્ટાંત પણ અપાય છે. સમુદ્રનું પાણી ખારૂં હોય છે. તેમાંથી કયારા ભરીને કરેડે મણ મીઠું પકવવામાં આવે છે. તે અનાદિકાળથી ચાલુ છે અને વળી અનાદિકાળ સુધી ચાલુ રહેશે. તે સમુદ્રમાં હજારે નદીઓનાં મીઠાં પાણી મળે છે. વ