________________ યાત્રા 3 જી, ( 79 ) રસાદનું મીઠું પાણી પણ સમુદ્રમાં જાય છે, છતાં સમુદ્રનું પાણી કદિ પણ મીઠું થતું નથી, તેમ તે વધતું ઓછું થતું નથી, સદા જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં રહે છે, તેવી જ રીતે મુક્તિમાર્ગ વહેતે રહેવાને છે. કદિ પણ તે પૂરતું નથી અને આ સંસાર ખાલી પણ થવાને નથી. જેમ એક ઘરમાં જેટલા દીવાઓ કરીએ તેટલા દીવાએને પ્રકાશ સમાઈ જાય છે. તેવી રીતે સિદ્ધના જીવ તિમાં તિરૂપે સમાઈ જાય છે. સત્ય દીર્ઘ વિચાર કરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો–ભગવન! મારી તે શંકા દૂર થઈ ગઈ છે. પણ એક બીજી શંકા ઉદ્ભવે છે કે, પરમેષ્ટિ સંજ્ઞાવાળા સિદ્ધાત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતવીર્યથી પ્રદીપ્ત છે, તે સિદ્ધ જે કર્મોને કેમ ગ્રહણ કરતા નથી ? જે તેમને સુખ છે તે પછી તેઓને શુભકર્મોનું ગ્રહણ થવું જોઈએ. તેમને શુભ કર્મોન ગ્રહણને નિષેધ કોણ કરે છે? મહાત્મા બોલ્યા-“ભદ્ર! તે સિદ્ધના જીવેને કર્મ ગ્રહણને અગ છે. કારણકે, જે શરીર છે, તે પૂર્વકૃત કર્મોને ઉદય આવેલ પિંડ છે, તેની અંદર જીવનું સૂક્ષ્મ શરીર છે. તે શરીરમાં પૂર્વના અનત કર્મો દૂધ અને પાણીની માફક મળેલા છે અને તેને લીધે નવા અનંત કર્મો મળે છે. જે સૂક્ષ્મ શરીર છે તે તેજસ અને કામણ શરીર કહેવાય છે, તેનાથી નવીન કર્મો ગ્રહણ કરાય છે તે શરીરને સિદ્ધાને અભાવ છે, તેથી તે સિદ્ધાત્મા કર્મોને ગ્રહણ કરતા નથી. વળી કર્યગ્રહણનું કારણ રાગદ્વેષ છે, તે સિદ્ધામાં નથી. તે સિદ્ધાત્મા તિષ, ચિત્ અને આનંદના ભરથી સદા તૃપ્ત હોય છે. તેને સુખ દુઃખની પ્રાપ્તિના કારણભૂત કાળ, સ્વભાવ આદિ પ્રજકેને સદા અભાવ છે. વળી સિદ્ધાત્મા નિરંતર નિષ્કિય છે અથવા સિદ્ધાત્માનું સુખ વેદનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું અનંત છે અને કર્મી સાંત (સ્થિતિ પૂરી થયે નાશ પામેલા) છે, તેથી પણ-અતુલ્યમાનને લીધે કર્મો સિદ્ધના સુખના હેતુ થઈ શકે નહીં. તાત્પર્ય કે સિદ્ધાત્મા કર્મોનું ગ્રહણ કરતા નથી. જેમ લેકમાં ક્ષુધા અને તૃષાથી મુક્ત એવા તૃત જીવને કાળમર્યાદા હોતી નથી, જિતેન્દ્રિય સંતુષ્ટ યેગને કાંઈ પણ ગ્રહણ કરવાની વાંછા હતી નથી અથવા જેમ