________________ આત્મતિ, - - પૂર્ણ પાત્રમાં કાંઈ પણ સમાતું નથી, તેમ સદા ચિદાનંદામૃતથી પરિપૂર્ણ સિદ્ધાત્મા કિંચિત્ પણ કર્મને ગ્રહણ કરતા નથી. વળી જેમ મનુષ્યને અદ્ ભુત નૃત્યદર્શનથી સુખ થાય છે, તેમ સિદ્ધને આ વિશ્વના વર્તાવરૂપ નાટકના પ્રેક્ષણથી-જ્ઞાનાનંદથી નિત્ય સુખ વર્તે છે. શોધચંદ્ર પ્રશ્ન કર્યો–“ભગવદ્ ! આપના કહેવા પ્રમાણે સિદ્ધાને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કે શરીર કાંઈ નથી તે પછી તેઓ અનંત સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?" - મહાત્માએ ઉત્તર આપે. ભદ્ર! જેમ માણસને નિદ્રાવસ્થામાં ઇંદ્રિય જન્ય સુખ કે હસ્તપાદાદિકની ક્રિયા કાંઈ પણ દેખાતું નથી, તેપણ તે સુતેલા માણસને સુખ હોવાનું કહેવામાં આવે છે. કઈ જ્વરાદિકથી પીડિત હોય પણ જ્યારે તે નિદ્રામાં હોય ત્યારે તેના સંબંધીઓ કહે છે કે, “તે સુખમાં છે, તેને જગાડશે નહીં. એમ કહે છે, તેવી રીતે સિદ્ધના જીવને જાગ્રત્ એટલે જ્ઞાનાદિ ઉપગવાળી અવસ્થામાં સદા સુખ હોય છે. અથવા જે ગી આત્મજ્ઞાનામૃતનું પાન કરતે પિતાને સુખી માને છે, તેવા કેઈ સંતોષી અને જિતે દ્રિય મુનિને કોઈ માણસ “કેમ છે?” એમ પ્રશ્ન કરે તે તે સુખી છું” એ ઉત્તર આપે છે. જોકે તે વખતે તેને કોઈ ઉત્તમ વસ્તુને સ્પર્શ, કે ભેજનાદિકને યેગ, ગંધગ્રહણ, દર્શન તથા શ્રવણ તેમજ હાથપગ પ્રમુખની કિયા જોવામાં આવતી નથી, તથાપિ તે સંતોષી મહાત્મા “હું સુખી છું” એમ વારંવાર કહે છે, તેથી તેનું જે જ્ઞાન તેજ સુખ જાણવું. જ્ઞાનહીન પુરૂષ તે સુખનું કથન કરવાને સમર્થ નથી. ભદ્ર! વળી આ સંસારમાં જે સુખ કહેવાય છે, તે દુઃખના અભાવનું જ નામ છે. વસ્તુતાએ સુખ એવી વસ્તુ કાંઈ છે જ નહીં. સુધાતુર સુધાની નિવૃત્તિમાં, રેગી આરેગ્યમાં, ચાલનાર માણસ વાહન મળવામાં, નિધન ધનની પ્રાપ્તિમાં, અને નિઃસંતાન સંતાનના લાભમાં સુખ માને છે, આ સુખ ક્યાંથી આવ્યું ? માત્ર દુઃખની પીડાથી મુક્ત થવું, તેનું નામ જ સુખ મનાય છે, પણ તે ઉપરના સુખ અસ્થિર છે. સુધા, રેગ, વગેરેના દુઃખે પાછા ઉત્પન્ન થાય છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા અને મરણના દુઃખે સઘળા જેની