________________ યાત્રા 3 છે, ( 81) પાછળ લાગેલા છે. કેઈ પણ સંસારી જીવ એ દુઃખથી મુક્ત રહેતે નથી. માત્ર સિદ્ધાત્માઓને જ સર્વથા દુઃખને અભાવ છે, તેઓને સર્વદા શાશ્વતું સુખ છે. ઇદ્રિના વિષયે અને ક્રિયાઓ વિના પણ તેમને અનંત સુખ છે. તે સુખના જ્ઞાતા પણ તેઓ જ છે. તે સુખનું વર્ણન કરવાને જ્ઞાની પણ સમર્થ નથી, કારણકે, તે સુખ નિરૂપમ છે. મહાત્માના મુખથી આ પ્રમાણે વિવેચન સાંભળી શ્રાવક સત્યચંદ્ર અને શેધકચંદ્ર ઘણેજ આનંદ પામી ગયા. તેમની મને વૃત્તિ નિઃશંક બની ગઈ અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન તેઓ શુદ્ધ હૃદયથી કરવા લાગ્યા. ક્ષણવાર પછી શોધકચંદ્ર વિનયપૂર્વક જણાવ્યું, કૃપાનિધાન, આપે અમારા હૃદયને નિઃશંક કર્યું છે અને પરમાત્માના સ્વરૂપનું ખ્યાન કરી અમારા અતૃપ્ત આત્માને તૃપ્ત કરી દીધું છે. હવે જીવના સ્વરૂપને માટે અન્ય મતિઓ જે કહે છે, તેનું નિરાકરણ કરવાની કૃપા કરો તે અમારા હૃદયને ઉત્તમ પ્રકારની દઢતા પ્રાપ્ત થાય. કેટલાએક અન્યમતિએ આ જીવને ક્ષણિક માને છે, તેનું શું હશે? તે સમજાવે. મહાત્માએ પ્રસન્ન મુદ્રાથી જણાવ્યું, ભદ્ર, તે વિષે સાવધાન થઈને સાંભળો. શ્રી વિર ભગવાન જીવને નિત્ય કહે છે એટલે જીવાત્મા ત્રણે કાળે અવિનાશી છે, એમ જણાવે છે. તે મહાન પ્રભુનું એ વચન સર્વથા સત્ય અને અનુભૂત છે. તેઓ મહાત્મા એમ પણ કહે છે કે, કઈ પણ વસ્તુને સર્વથા મૂલથી નાશ થતો નથી, માત્ર તેના પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવ સિદ્ધ પણ થઈ શકે છે. આધુનિક રસાયણશાસ્ત્રના વેત્તાઓએ પણ તે સિદ્ધ કરી બતાવ્યું છે. જેમકે, એક વસ્ત્ર અથવા કાષ્ટ છે, તેને અગ્નિથી બાળી નાંખવામાં આવે, તેથી તે વસ્ત્ર તથા કાષ્ટને નાશ થતો દેખાય છે પરંતુ પુદ્ગલ પરમાણુને નાશ થયે નથી, એમ વિચાર કરવાથી સ્પષ્ટ રીતે સમજાશે. બળી ગયેલા વસ્ત્ર અને કાષ્ટની રાખ કાયમ રહેલી છે. વસ્ત્ર તથા કાષ્ટની આકૃતિરૂપ પર્યાયને નાશ થેયે પણ તેના પરમાણુઓ વિખરાઈને અદશ્યપણે કાયમ જ રહે છે, તેથી તેવા પદાર્થને પણ રૂપાંતર થઈ નાશ થતું નથી તે પછી અવિનાશી આત્માને નાશ શી રીતે થાય? તે આત્મા