________________ ( 2 ) આત્મોન્નતિ, - - - કાપતા કપાતું નથી, છેદતાં છેદા નથી અને બાળતાં બળતું નથી, તે અમર છે-નિત્ય છે. જે પર્યાયની અપેક્ષાઓ કહેવામાં આવે છે તે જીવ ક્ષણિક પણ માની શકાય. જેમ આપણે સઘળાં મનુષ્ય વગેરે પ્રાણીઓને નાશ તે જોઈએ છીએ, તે પર્યાયની અપેક્ષાએ નાશવંત છે. જે દેહધારી જીવે છે, તે જીના દેહને નાશ થાય છે, પણ જીવતત્વને નાશ થતો નથી. જેમ ઘરને માલિક એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં રહેવા જાય છે, તેમ જીવ આ શરીરને છેડે બીજુ શરીર ધારણ કરે છે અને બીજાને છેડી ત્રીજું શરીર ધારણ કરે છે. જે જીવને નાશ થતે માનવામાં આવે તે નાસ્તિકતા પ્રાપ્ત થાય, અને દેહ સાથે જીવને નાશ થતું હોય તે પછી પુણ્ય પાપ રહે નહીં, ધર્મ કરવાની જરૂર રહે નહીં. શાસ્ત્રો ભણવા કે સાંભળવા તથા ઉપદેશ કરવાની આવશ્યકતા રહે નહીં. પ્રભુ ભક્તિ કરવાની જરૂર રહે નહીં, ધર્મ અને નીતિની મર્યાદાને ભંગ થઈ જાય. જો આત્માને અમર માનવામાં આવે તેમ જ એક દેહ છોડી બીજા દેહમાં જાય છે તેમ માનવામાં આવે તે જ પુણ્ય, પાપ, ધર્મ, નીતિ અને ઈશ્વર ભક્તિ વગેરે કૃત્યની સિદ્ધિ થાય છે. વળી ગિ લેકએ અને પશ્ચિમના કેટલાએક શેધક વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે, આત્મા એક દેહમાંથી શુભાશુભ કર્મના ગે બીજું શરીર ધારણ કરી શુભાશુભ કર્મ ભોગવે છે. વેદાંતમાં પણ પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ-એ ત્રણ પ્રકારના કર્મ પ્રતિપાદન કરેલા છે. તે કર્મની સિદ્ધિ આત્માને નિત્ય માનવાથી જ થાય છે. શ્રી વીર પ્રભુ કહે છે કે, જે લેકે આત્માને નિત્ય માનતા નથી, તે લેકેની ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. આત્માને નિત્ય માનવામાં આવે તે જ ધર્મ અને નીતિમાં પ્રવૃત્તિ થઈ શકે છે. એક અંગ્રેજ વિદુષી મીસીસ એનીબીસેન્ટ આત્માને નિત્ય માની પુનર્જન્મની વાત સિદ્ધ કરી બતાવે છે અને કેટલાએક મનુષ્યને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેઓ પૂર્વ જન્મની વાત જાણી શકે છે. વળી, વ્યંતર દે કે જેમને આપણે ભૂત કહીએ છીએ, તે તેના કુટુંબના કોઈ માણસના શરીરમાં પ્રવેશ કરી તેના પાછલા ભવની હકીકત કહે છે, આ ઉપરથી