________________ યાત્રા 3 જી. (83). આત્માનું નિત્યત્વ નિઃસંદેહ સિદ્ધ થાય છે. આમ માનવાથી પિતાના સારા અને નરસા જન્મ શાથી થાય છે, તે ઉપર મનુષ્ય વિચાર દોડાવે છે. એક રાજકુળમાં જન્મે છે અને એક ભીખારીને ત્યાં જન્મ લે છે. એક જ માતાના ઉદરમાંથી જન્મેલા બે પુત્રોમાં એક વિદ્વાન બને છે અને એક મૂર્ણ થાય છે. એક સુખી દેખાય છે અને બીજે દુ:ખી દેખાય છે. એક આત્મા મનુષ્યને અને એક પશુને અવતાર લે છે. એક આત્મા ઈચ્છિત પદાર્થોને અનાયાસે પ્રાપ્ત કરે છે અને બીજાને ખાવાને અન્ન પણ મળતું નથી, એક પુત્ર જન્મતી વખતે અપંગ થઈ જાય છે, કાંતે ગર્ભમાં જ મૃત્યુ પામી જાય છે અથવા માબાપ વિનાને થઈ જાય છે અને કેઈ એકને જન્મ થતાંજ તે ધાત્રીઓના લાડપાડમાં ઉછરે છે. આ પ્રમાણે જન્મ થતાંની સાથે જે સુખ દુઃખ પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેનું કાંઈ પણ બાહ્ય કારણ દેખાતું નથી ત્યારે અનુમાન પ્રમાણથી વિચારતાં માલમ પડશે કે, એનું કારણ કઈ અદશ્ય છે. તે અદશ્ય કારણને પુણ્ય પાપ-કર્મ કહો યાને શુભાશુભ પ્રકૃતિ કહે પણ એ કાંઈ પણ જન્મ થતાં અગાઉનું પાછલા ભવનું શુભાશુભ કર્મ હેવું જોઈએ એમ સિદ્ધ થાય છે. હવે જ્યારે પુણ્ય પાપ છે તે પછી તેને કર્તા કઈ હેવો જોઈએ. જે તેને કર્તા કઈ બીજે માનવામાં આવે તે તેને ભોક્તા પિતે બની શકે નહીં, માટે તેને કર્તા અને ભક્તા જીવ પોતેજ છે, એમ સાબિત થાય છે. વળી જીવ જન્મ થતાં અગાઉ માતાના ઉદરમાં નવમાસ હતો, તે અગાઉ કઈ પણ ઠેકાણે હોવો જોઈએ, નહીં તે તે આ ક્યાંથી? વળી તે દેહ છોડયા પછી કેઈ ઠેકાણે જે જોઈએ; એજ પુનર્જ ન્મની સાબીતી કરે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, પુણ્ય પાપ ( શુભાશુભ કમ)ને ભોગવવા માટે જ જન્મ મરણ થાય છે, તેને જ સંસાર કહે છે. સંસાર એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જવું અગર સંસરવું-પરિભ્રમણ કરવું, તે સંસાર; એમ અનાદિ કાલથી સંસારી જીવો પરિભ્રમણ કરે છે. જ્યારે તે પુણ્ય પાપથી રહિત થાય, ત્યારે તેને પુણ્ય પાપનું ફલ ભેગવવાનું રહેતું નથી. તેમજ જન્મ મરણ કરવાની જરૂર રહેતી નથી. આનું નામ જ મેક્ષ