________________ (84) આત્મોન્નતિ કહેવાય છે, જેથી પુણ્ય પાપરૂપ બંધન તે સંસાર અને પુણ્ય પાપથી છુટકારે તે મેક્ષ એમ સિદ્ધ થયું. તે મેક્ષ પામેલે આત્મા તે પરમાત્મા કે સિદ્ધ, બુદ્ધ, ભગવાન, બ્રહ્મ કહેવાય છે. શેકચંદ્ર શંકા લાવીને પ્રશ્ન કર્યો-“ભગવાન ! જ્યારે આત્મા અરૂપી છે અને કર્મ જડ રૂપી છે; વળી તે આત્મા નિત્ય છે અને કર્મ અનિત્ય છે, એમ બંને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છતાં તે બંનેને ગ શી રીતે થાય? અને તે ક્યારે થયે? એ કૃપા કરી સમજાવે. - મહાત્માએ ઉત્તર આપે. ભદ્ર! જેમ ખાણમાં પત્થર અને માટીની સાથે સોનાને સંગ ક્યારે અને કઈ રીતે થયે? એ કહી શકાય નહીં, તેમ તે અનાદિકાળથી છે. પત્થર, માટી અને સેનાને સ્વભાવ ભિન્ન ભિન્ન છે, છતાં પત્થર અને માટીની સાથે સુવર્ણને ગ થઈ આવે છે. તેવી રીતે જીવને જડકર્મોની સાથે જ અનાદિને સંબંધ છે. વળી જેમ કાષ્ટ અને અગ્નિને સ્વભાવ ભિન્ન ભિન્ન છે, પણ એ બંનેને સંગ કરતાં કાષ્ટ બળી જશે, પરંતુ કાષ્ટની અંદર જેમ સત્તારૂપે અગ્નિ રહે છે, તેમ કર્મ સાથે જીવને અનાદિથી સંબંધ રહેલે છે. જેમ દૂધ અને તેમાં રહેલા વૃતને અને તલ અને તેમાં રહેલા તેલને સાગ સમકાળે થયેલું હોય છે, તેવી રીતે આત્મા અને કર્મોને એગ કેવળજ્ઞાનીઓએ અનાદિ સિદ્ધ કરેલ છે. જેમ પત્થર અને માટીમાંથી સેન, દૂધમાંથી ઘી, લાકડામાંથી અગ્નિ અને તલમાંથી તેલ જુદું પાડી શકાય છે, તેમ કર્મોથી આત્મા જુદે પાડી શકાય છે. જેમ પત્થરથી જુદા પડેલા સેનાને, દૂધથી જુદા પડેલા ઘીને અને તલથી જુદા પડેલા તેલને મેલાપ ફરીવાર પાછે તે તે વસ્તુ સાથે થતા નથી, તેમ કર્મોથી જુદા પડેલે આત્મા પરમાત્મા કે સિદ્ધ ભગવાન રૂપ બનેલે તેને જડરૂપ કર્મોની સાથે પાછો મેળાપ થતું નથી. જેમ સેનું ખાણમાંથી ધી કાઢે છે, તે વખતે આપણે પત્થર અને માટી જ દેખીએ છીએ. તેમાં સેનું છે, એમ પણ આપણાથી જાણી શકાતું નથી, પરંતુ જે ભુસ્તર વિદ્યાના જ્ઞાતા સેનાના પરીક્ષકે હોય છે તેઓ તેમાં સેનું છે, એમ પારખી શકે છે અને તેમાંથી શુદ્ધ એનું કાઢવાની ક્રિયા જાણે છે અને તે કિયા વડે શુદ્ધ સેનું જુદુ